બજાર » સમાચાર » રાજકારણ

મહારાષ્ટ્રમાં ખાતા માટે ખેંચતાણ

ના રોજ પ્રકાશિત Mon, 02, 2019 પર 16:51  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસ-NCP-શિવસેનાએ મહાઅઘાડી બનાવીને મહારાષ્ટ્રમાં સરકાર તો રચી લીધી છે પરંતુ હવે આ ત્રણેય પાર્ટીઓ વચ્ચે મહત્વના ખાતાઓને કોઈપણ સહમતી બની ન રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સાથે જ સૂત્રોનું એવું પણ કહેવું છે કે આ નવી ઊભી થયેલી સમસ્યાને કારણે મહારાષ્ટ્રમાં ખાતાફાળવણીને પણ વધુ વાર લાગી શકે છે.


નાયબ મુખ્યમંત્રીના પદ સિવાય મુખ્ય ખાતા જેવા કે નાણાં મંત્રાલય, મહેસૂલ વિભાગ, સહકારી મંડળીઓનો અને શહેરી વિકાસ વિભાગ ખાતા માટે સહમતી બની નથી. સૂત્રોએ એવું પણ જણાવ્યું છે કે ગઈકાલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ બાબતે ત્રણેય પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ અંગે બેઠક કરી હતી, પરંતુ તેમાં પણ કોઈ નિર્ણય નથી આવ્યા.