બજાર » સમાચાર » રાજકારણ

ચૂંટણી પંચે વિપક્ષી દળોની માગ ફગાવી

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 18:27  |  સ્ત્રોત : CNBC-Bajar

ચૂંટણી પંચથી એક મોટા સમાચાર આવી રહ્યાં છે. ચૂંટણી પંચે મતગણતરી દરમ્યાન સૌથી પહેલા અલગ અલગ વિધાનસભાની પાંચ પાંચ વીવીપીએટીની ચિઠ્ઠીની ગણતરીની માંગને ફગાવી દીધી છે.


કાલે વિપક્ષનાં 22 દળોએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી વીવીપીએટીની ચિઠ્ઠીની ગણતરી પહેલા કરવાની માંગ કરી હતી. સાથે જ ગળબડી થવા પર તમામ વીવીપીએટીની ચિઠ્ઠીની ગણતરીની માંગ કરી હતી. પરંતુ ચૂંટણી પંચે બેઠક બાદ વિપક્ષી દળોની આ માંગને ફગાવી દીધી.


પંચના આ નિર્ણય પર કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે પંચે ઈવીએમને ભાજપ માટે ઇલેક્ટ્રોનિક વિક્ટરી મશીન બનાવ્યું છે.