બજાર » સમાચાર » રાજકારણ

Loksabha Elections Results 2019 LIVE Updates: ઐતિહાસિક જીત બાદ PM મોદીનું સંબોધન

ના રોજ પ્રકાશિત Thu, 23, 2019 પર 08:18  |  સ્ત્રોત : CNBC-Bajar

07:50 PM


ઐતિહાસિક જીત બાદ PM મોદીનું સંબોધન. PM મોદીએ કહ્યું BJPના વિજયોત્સવમાં મેઘરાજ પણ જોડાયા. હું ભારતવાસીઓને શિશ ઝુકાવી નમન કરું છું. નવા ભારત માટે જનાદેશ છે. આજની જીત વિશ્વ માટે મોટી ઘટના છે. દેશે આ ફકીરની ઝોલીને ભરી નાખી છે. આપણે બધા મળીને મજબૂત ભારત બનાવીશું. પૂરું વિશ્વ દેશની લોકતાંત્રિક શક્તિને ઓળખે.


આઝાદી બાદ સૌથી મોટું મતદાન 2019માં થયું. ચૂંટણીપંચનો આભાર વ્યક્ત કરું છું. લોકતંત્ર માટે બલિદાન આપનારાઓને નમન. ચૂંટણી કામગિરીમાં સામેલ તમામનો આભાર વ્યક્ત કરૂ છુ. દેશની જનતાએ શ્રીકૃષ્ણની જેમ જવાબ આપ્યો. આ ચૂંટણી દેશની જનતાએ લડી છે. જનતાએ મારી ભાવનાને પ્રગટ કરી છે. આ ચૂંટણીમાં લોકતંત્રનો વિજય થયો છે. આ ચૂંટણી ભારત જીત્યું છે.


130 કરોડ લોકો કૃષ્ણના રૂપમાં ઊભા છે. ચૂંટણીના વિજયી ઉમેદવારોને અભિનંદન. ભારતના ઉજ્જવળ ભવિષ્યનું પરિણામ. પાર્ટીના કાર્યકર્તાઓ પર ગર્વ છે. BJP ભારતના સંવિધાનને સમર્પિત. 2 સાંસદોના ફરી આવવા સુધીનો સફર પૂરો કર્યો. આ દળમાં દિલદાર લોકો છે. આ 21મી સદીનું નવું ભારત છે. આ ભારતના યુવાઓ અને ઈમાનદારીનો વિજય છે. આ દેશના ખેડૂતો અને ગરીબોનો વિજય છે. આ દેશના 40 કરોડ અસંગઠિત મજૂરોનો વિજય છે. આ મધ્યમવર્ગનો વિજય છે.


આ ચૂંટણી આપણે નમ્રતાથી સ્વીકારવાની છે. 2024થી પહેલા દેશને નવી ઊંચાઈ પર લઈ જવો છે. આપણે લોકતંત્રની મર્યાદાઓ વચ્ચે ચાલવાનું છે. આપણે વિરોધીઓને પણ સાથે લઈને ચાલવાનું છે. સરકાર બહુમતીથી ચાલે છે. આપણે દેશને દરેક મુશ્કેલીથી બચાવવાનો છે. જાતિના નામ પર રમનારાઓ પર પ્રહાર કર્યા.


ભરોસો વધવાથી જવાબદારી પણ વધે છે. બેઈમાનીથી કોઈ કામ કરીશ નહીં. હું પોતાની માટે કંઈ કરીશ નહીં. ક્યારે કોઈ ભૂલ થાય તો ટોકી દેજો. મારા સમયની દરેક ક્ષણ ફક્ત દેશવાસીઓ માટે છે. મારા શરીરનો કણકણ દેશવાસીઓ માટે છે. કોઈ ખામી રહી જાય તો મારી ટીકા કરતા રહેજો.


07:36 PMઅમિત શાહે કહ્યું મોદી મહાવિજયના મહાનાયક. સવા સો કરોડ જનતાનો આભાર માનું છું. આ જીત સૌના સાથ-સૌના વિકાસની જીત છે. "સૌનો સાથ સૌનો વિકાસ" ની નિતીનો વિજય. ઐતિહાસિક વિજય માટે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો. પરિશ્રમની પરાકાષ્ઠાથી વિજય મળ્યો. મોદીજીની તોફાની સફર ઐતિહાસિક જીતનું કારણ છે. 50 વર્ષ બાદ આવી ઐતિહાસિક જીત. PM મોદીની લોકપ્રિયતાનો વિજય. આ પ્રચંડ વિજયની જનતા હકદાર છે.


અનેક રાજ્યોમાં કોંગ્રેસનો પૂરો સફાયો થયો. જનતાએ 50%થી વધુ આર્શીવાદ BJPને આપ્યા. 17 રાજ્યો-UTમાં કોંગ્રેસને મોટી હાર મળી. આ જીત 11 કરોડ કાર્યકર્તાઓની જીત છે. જલદી જ પરિવારવાદી પાર્ટીઓ ખતમ થઈ જશે. 17 રાજ્યોમાં કોંગ્રેસનું ખાતું જ ખૂલ્યું નહીં. જાતિવાદ, વંશવાદ હંમેશા માટે ખતમ થઈ ગયો. તૃષ્ટિકરણ કરનારાઓને જનતાનો કડક જવાબ. BJPએ બંગાળમાં ઈતિહાસ રચ્યો.


07:17 PM

PM મોદી BJP હેડક્વાટર્સ પહોંચ્યા. અમિત શાહે PM મોદીનું સ્વાગત કર્યુ. મંચ પર રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ હાજર.


06:53 PM

બિહારના સીએમ નીતિશ કુમારનું નિવેદન. નીતિશ કુમારે કહ્યું જનતાએ ઈચ્છા પ્રમાણે નિર્ણય આપ્યો. PM મોદીને સ્પેશ્યલ અભિનંદન આપું છું. બિહારમાં પ્રેમભાવ બની રહેશે. કેન્દ્રના કામોને પગલે વિજય મળ્યો. જનતાએ મહાગઠબંધનને નકારી દીધો. સમર્થન માટે જનતાનો આભાર માનું છું. રાજ્યના પછાત વર્ગ પર વિશેષ પહેલ કરવાની રહેશે.


06:40 PM

ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય.


06:28 PM

PM મોદી, અમિત શાહે "ચોકીદાર" શબ્દ હટાવ્યો. ટ્વીટર હેન્ડલથી "ચોકીદાર" શબ્દ હટાવ્યો.


06:17 PM

સોનિયાએ રાહુલ ગાંધીના રાજીનામાનો અસ્વિકાર કર્યો. રાહુલ ગાંધીના રાજીનામા પર CWC નિર્ણય લેશે.


06:10 PM

રાહુલ ગાંધીએ રાજીનામાની રજૂઆત કરી. કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામાની માંગણી કરી. સોનિયા ગાંધીની સામે રાજીનામાની માંગણી કરી.


05:57 PM

રાહુલ ગાંધીએ કહ્યું જનતાએ સ્પષ્ટ બહુમતી આપી છે. જનતાએ આજે પોતાનો નિર્ણય જાહેર કર્યો. નરેન્દ્ર મોદી અને ભાજપને શુભેચ્છા આપું છું. નરેન્દ્ર મોદી અને બીજેપીને અભિનંદન. અમારી વિચારધારા ભિન્ન છે. ભારતની જનતાએ મોદીને ફરી તેમના પીએમ બનાવ્યા. જનતાના નિર્ણયનો આદર કરું છું. અમારી લડાઈ વિચારધારાની છે. અમેઠીમાં સ્મૃતિ ઈરાની જીત્યા છે. સ્મૃતિ પ્રેમથી અમેઠીનું જતન કરે તેવી આશા.


05:51 PM

હરિયાણા: સોનીપતથી ભૂપેન્દ્ર સિહં હડ્ડા હાર્યા.


05:48 PM

UP: મથુરાથી હેમા માલિની જીત


05:44 PM

યૂપી: બીજેપીના વરૂણ ગાંધી પીલીભીતથી જીત્યા.


05:26 PM

PM મોદીનું ટ્વિટ ભારતનો ઘણો આભાર માનું છું. અમારા પર વિશ્વાસ રાખવા બદલ તમારો આભાર. તમારા વિશ્વાસને લીધે અમને બળ પ્રાપ્ત થયું છે. લોકોની આકાંક્ષાને પૂરી કરવા વધુ મહેનત કરીશું.


05:25 PM

પાકિસ્તાનના પીએમ એ મોદીને અભિનંદન પાઠવ્યા.


05:23 PM

અરૂણ જેટલીએ કહ્યું ભાજપમાં વિશ્વાસ દાખવવા બદલ જનતાનો આભાર.


05:20 PM

પાટણ બેઠક પરથી ભાજપના ભરતસિંહ ડાભી જીત્યા. અમરેલી બેઠક પરથી ભાજપના નારણ કાછડિયા જીત્યા. દાહોદ બેઠક પરથી ભાજપના જશવતસિંહ ભાંભોર જીત્યા. બનાસકાંઠા પરથી ભાજપના પરબત પટેલ જીત્યા. જામનગર બેઠક પરથી ભાજપના પુનમ માડમ જીત્યા. અમદાવાદ પશ્વિમથી ભાજપના કિરિટ સોલંકીની જીત. ભાવનગર બેઠક પરથી ભાજપના ભારતીબેન શિયાળ જીત્યા. વડોદરાથી ભાજપના રંજનબેન ભટ્ટ જીત્યા. આસન્સોલ બેઠક પરથી બાબુલ સુપ્રિયોની જીત. ભાજપે હરિયાણામાં 9 બેઠકો જીતી, 10 બેઠક પર આગળ.


03:52 PM

બિહારથી અપડેટ

બિહારના બેગુસરાયથી સીપીઆઈ-એમના કેંડિડેટ કન્હૈયા કુમાર બીજેપીના ગિરિરાજ સિંહ હાર્યા, સાસારામથી કોંગ્રેસના કેંડિડેટ મારી કુમારે બીજેપીના છેદી પાસવાનને હરાવ્યા.

03:40 PM


બીજેપી અધ્યક્ષ અમિત શાહ બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા. અહીં જીતનું જશ્ન શરૂ થઈ ગયુ છે.

03:29 PM

અમિત શાહ ગુજરાતના ગાંધીનગરથી 5 લાખથી વધારે વોટોથી જીત્યા.

03:25 PM

પીએમ મોદી વારણસીથી સાડા ત્રણ લાખ વોટથી જીત.


03:00 PM

પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યુ કે - સૌનો સાથ, સૌનો વિકાસ અને બધાનો વિશ્વાસ વિજય ભારતની છે. ભારત એક વાર ફરી જીત્યુ છે. આપણે સાથે આગળ વધશુ અને સમૃદ્ધ થાશુ. આપણે સાથે એક મજબૂત ભારતનું નિર્માણ કરશુ.


02:32 PM

અમેઠીમાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાનીની વચ્ચે અંતર વધતુ જઈ રહ્યુ છે. ઈરાની રાહુલથી 11000 વોટોથી આગળ ચાલી રહ્યુ છે.

02:31 PM

બીજેપી એકલુ 301 સીટો પર લીડ કરી રહ્યુ છે. જ્યારે કોંગ્રેસ 50 સીટો પર આગળ ચાલી રહ્યુ છે.


02:02 PM

26 મે ના સર્વદળીય બેઠક થશે. આજે સાંજે 6 વાગ્યે પીએમ મોદી દેશને સંબોધિત કરશે.

01:42 PM

PM મોદીએ કાલે મંત્રિમંડલની બેઠક બોલાવી છે.


01:42 PM

PM મોદીએ કાલે મંત્રિમંડલની બેઠક બોલાવી છે.

01:41 PM

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડથી જીત.

01:38 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે જીતવા વાળાને બધાઈ પરંતુ કાઉંટિંગ હજુ પૂરુ થઈ જાવા દો અને વીવીપેટ થી મેચ થવા દો.


01:19 PM

રાજસ્થાનના ધારવાડથી બીજેપીના કેંડિડેટ અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના દિકરા દુષ્યંત સિંહની જીત.

01:13 PM

મહારાષ્ટ્રથી અપડેટ

મુંબઈ નૉર્થથી કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માંતોડકર 1.5 લાખ વોટોથી પાછળ ચાલી રહી છે. અહીંથી બીજેપીના ઉમેદવાર ગોપાલ શેટ્ટીની જીત પાકી દેખાય રહી છે.


01:03 PM

YSRCP ના ચીફ જગનમોહન રેડ્ડીની પાર્ટીએ આંધ્ર પ્રદેશમાં મોટી જીત હાસિલ કરી છે. ચંદ્રબાબૂ નાયડૂ આજે પોતાનુ રાજીનામુ રજુ કરવાના છે. રેડ્ડી 30 મે ના સીએમ પદથી શપથ લેશે.

01:01 PM

રાહુલ ગાંધી સાંજે 4 વાગ્યે મિડિયાને સંબોધિત કરશે.

01:00 PM

ગોવાના પણજી સીટ પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપના હાથોથી આ સીટ નીકળી ગઈ છે. કોંગ્રેસના એન્ટોનિયો મોન્સેરેટે આ બેઠક જીતી લીધી છે. આ સીટ પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધનથી ખાલી થઈ ગઈ હતી.


12:32 PM

ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ પ્રધાનમંત્રી નરેન્દ્રને જીતની બધાઈ આપી છે અને કહ્યુ કે બન્ને નેતા ભારત અને ઈઝરાયલની વચ્ચે દોસ્તીને મજબૂત કરવાની તરફથી કામ કરતા રહેશે.

12:27 PM

AAP એ બીજેપીને જીતની બધાઈ આપી અને કહ્યુ કે તેને આશા છે કે નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં સારૂ કામ કરશે. શરૂઆતી વલણોમાં દિલ્હીની બધી 7 સીટો પર બીજેપી આવી રહી છે.


12:03 AM

રાજકોટથી બીજેપી કેંડિડેટ કુંદરિયા મોહનભાઈ કલ્યાણજીભાઈને મળી જીત.

12:02 AM

બીજેપી આજે બપોરે કરશે સંસદીય બોર્ડની બેઠક. સાંજે સાઢા પાંચ વાગ્યે કાર્યકર્તાઓને મળશે પીએમ મોદી.


11:49 AM

મધ્ય પ્રદેશથી અપડેટ

ભોપાલથી બીજેપીના કેંડિડેટ પ્રજ્ઞા ઠાકુર 40000 વોટોથી આગળ ચાલી રહ્યા છે. પ્રજ્ઞાએ કહ્યુ શરૂઆતી પરિણામોના વલણો પર મીડિયાને કહ્યુ - નિશ્ચિત જ મારી જીત થશે, મારી જીતમાં ધર્મની જીત થશે, અધર્મનો નાશ થશે. હુ ભોપાલની જનતાનો આભાર આપુ છુ.


11:28 AM

ઝારખંડથી અપડેટ

ઝારખંડમાં 14 સીટો માંથી બીજેપી 10 સીટો પર આગળ ચાલી રહી છે. શિબૂ સોરેન દુમકાથી પાછળ ચાલી રહ્યા છે.


11:18 AM

સમાચાર છે કે પીએમ મોદી સાંજે 5 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે. અહીં જશ્ન મનાવા માટે લગભગ 25000 વર્કરોને પહોંચવાની ઉમ્મીદ છે.

11:16 AM

શરૂઆતી અધિકારિક વલણોમાં બીજેપી 295 સીટો પર આગળ ચાલી રહી છે. હાલમાં દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.


11:13 AM

પશ્ચિમ બંગાળથી અપડેટ

ANI ના મુજબ, પશ્ચિમ બંગાળમાં ટીએમસી રાજ્યની 42 લોકસભા સીટો માંથી 24 સીટો પર આગળ ચાલી રહી છે, જ્યારે બીજેપી પહેલીવાર ત્યાં આટલુ સારૂ પ્રદર્શન કરતા 17 સીટો પર વધારો બનાવીને ચાલી રહી છે. કોંગ્રેસ ખાલી એક સીટ પર લીડ કરી રહી છે.


11:02 AM

રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરલના વાયનાડથી 92000 વોટોથી આગળ ચાલી રહ્યા છે. પરંતુ યૂપીમાં કોંગ્રેસના ગઢ અમેઠીમાં સ્મૃતિ ઈરાની તેના પર વધારો બનાવેલો છે. રાહુલ અહીં 20501 વોટોથી પાછળ ચાલી રહ્યા છે.


10:58 AM

આંધ્ર પ્રદેશથી અપડેટ

એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદથી આગળ ચાલી રહ્યા છે.

10:57 AM

ગુજરાતથી અપડેટ

ગુજરાતથી બીજેપી 26 સીટો પર આગળ ચાલી રહી છે. અંહીની ગાંધીનગર સીટોથી બીજા ચરણના વોટિંગમાં અમિત શાહ 130000 વોટોથી આગળ ચાલી રહ્યા છે. ભરૂચથી બીજેપીના મનસુખ વાસવ 33500 વોટોથી આગળ છે. દાહોદથી બીજેપીના જસવંત સિંહ ભાભોર 1258 વોટોથી આગળ છે. અમરેલીમાં બીજેપીના નરન કચ્ચાડિયા 1058 વોટોથી આગળ છે. અમદાવાદ વેસ્ટમાં બીજેપીના કીરીટ સોલંકી 25453 વોટોથી આગળ છે. અમદાવાદ ઈસ્ટમાં બીજેપીના હસમુખ પટેલ 7675 વોટોથી આગળ છે.


10:42 AM

પશ્ચિમ બંગાળથી અપડેટ

બીજેપી બંગાળની 42 સીટો માંથી 10 પર આગળ ચાલી રહી છે. જ્યાં, ટીએમસીએ 18 સીટો પર પકડ બનાવી રાખી છે. કોંગ્રેસ બે સીટો પર આગળ ચાલી રહી છે, જ્યાં લેફ્ટ ફ્રંટ ક્યાંય નથી દેખાય રહ્યુ.


10:35 AM

મુંબઈની બધી સીટો પર બીજેપી-શિવસેના ગઠબંધન આગળ છે.


10:26 AM

બધા 542 સીટો પર વલણ આવ્યુ. એનડીએના વલણોમાં 342 સીટો મળી, યૂપીએના 88 અને અન્યને 111 સીટો મળી છે. આ વખતે બીજેપીએ પોતાનો 2014 નો પણ રિકૉર્ડ તોડી દીધો છે. બીજેપી પોતે 282 સીટોની આસપાસના આંકડે પહોંચી રહી છે.


10:17 AM

એનડીએનો રિકૉર્ડ

શરૂઆતી વલણોમાં બીજેપીએ 2014 ના નંબરોને પણ પાર કરી દીધા છે. એનડીએ હાલમાં 300 ની પાર ચાલી રહી છે. જ્યાં યૂપીએ 91 સીટો પર આગળ ચાલી રહી છે.

10:14 AM

યૂપીથી અપડેટ

આજમગઢ થી એસપીના અખિલેશ યાદવ આગળ, કુશીનગરથી કોંગ્રેસના આરપીએન સિંહ આગળ ચાલી રહ્યા છે. રાયબરેલીથી સોનિયા ગાંધી આગળ ચાલી રહ્યા છે.


10:08 AM

BJP નો વધારો

બીજેપી દિલ્હીની બધી 7 સીટો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે અરૂણાચલ પ્રદેશમાં પણ શરૂઆતી વલણોમાં બધી 7 સીટો પર બીજેપી આગળ છે.

10:05 AM

બહુમત માટે 272 સીટોની જરૂર છે અને BJP એ અડધો રસ્તો પાર કરી લીધો છે. શરૂઆતી વલણોના મુજબ BJP 329 સીટો પર આગળ ચાલી રહ્યા છે.

10:04 AM

જમ્મૂ-કાશ્મીરથી અપડેટ

જમ્મૂ-કાશ્મીરના શ્રીનગરથી નેશનલ કૉન્ફ્રેંસના ડૉ ફારૂક અબ્દુલ્લાહ આગળ ચાલી રહ્યા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ ઉધમપુરથી લીડ કરી રહ્યા છે.

10:02

આંધ્ર પ્રદેશથી અપડેટ


આંધ્ર પ્રદેશથી 35 સીટો પર YSRCP અને તેલુગ દેશમ પાર્ટી 6 સીટો પર આગળ ચાલી રહી છે.


09:58 AM

મધ્ય પ્રદેશથી અપડેટ

એમપીના ગુનાથી કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયા પાછળ ચાલી રહ્યા છે.

09:56 AM

નરેન્દ્ર મોદી-અમિત શાહ

નેરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીથી 20000 વોટોથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે ગુજરાતના ગાંધીનગરથી અમિત શાહ 50000 વોટોથી આગળ ચાલી રહ્યા છે.


09:53 AM

દિલ્હીથી અપડેટ

બીજેપીના મનોજ તિવારી નૉર્થ ઈસ્ટ દિલ્હીથી આગળ ચાલી રહ્યા છે. નૉર્થ ઈસ્ટ દિલ્હીમાં તેના મુકાબલે કોંગ્રેસના પૂર્વ સીએમ શીલા દિક્ષિત અને આમ આદમી પાર્ટીના દિલીપ પાંડે થી છે, બન્ને જ પાછળ ચાલી રહ્યા છે. 2014 માં મનોજ તિવારીએ આમ આદમી પાર્ટીના આનંદ કુમારને 596125 વોટોથી હરાવ્યા હતા.

09:50 AM

હરિયાણાથી અપડેટ

હરિયાણાની 10 સીટો માંથી નવ સીટો પર બીજેપી આગળ ચાલી રહી છે. એકલા રોહતકથી કોંગ્રેસના દીપિંદર સિંહ હૂડા પકડ બનાવી રહ્યા છે.


9:35 AM

પશ્ચિમ બંગાળથી અપડેટ

TMC લીડર અભિષેક બેનર્જી પશ્મિ બંગાળના ડાયમંડ હાર્બર સીટથી પાછળ ચાલી રહ્યા છે. આ સીટ પર બીજેપીના નીલાંજન રે આગળ છે.

9:33 AM

કેરલથી અપડેટ

ન્યૂઝ 18 ના સમાચારોના મુજબ કેરલમાં શરૂઆતી વલણોમાં બધી 20 સીટો પર ક્રોંગ્રેસ લીડ કરી રહી છે. વિશ્લેષકોનું માનવુ હતુ કે સબરીમાલાના વિવાદના કારણે યૂડીએફ-નીત સરકારના વોટર બેંક પર અસર પડશે પરંતુ વલણોમાં એવુ દેખાતુ નથી રહ્યા.

9:30 AM

કર્ણાટકથી અપડેટ

બેંગલોર સાઉથ થી બીજેપી તેજસ્વી સૂર્યા આગળ ચાલી રહ્યા છે. સૂર્યાની સામે કોંગ્રેસની બીકે હરિપ્રસાદ છે. જ્યારે ગુલબર્ગાથી કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પાછળ ચાલી રહ્યા છે.

9:27 AM

ઉત્તર પ્રદેશથી અપડેટ

રામપુરથી સમાજવાદી પાર્ટીના આજમ ખાન આગળ ચાલી રહ્યા છે, જ્યારે બીજેપીની જયા પ્રદા તેનાથી પાછળ છે.

09:23 Am

ભોપાલથી અપડેટ

ભોપાલથી બીજેપી કેંડિડેટ પ્રજ્ઞા સિંહે કોંગ્રેસના દિગ્વિજય સિંહને પાછળ કર્યો.

09:18 AM

લખનઉથી અપડેટ

લખનઉથી બીજેપી નેતા રાજનાથ સિંહ આગળ ચાલી રહ્યા છે. તેની સામે શત્રન્ધુ સિન્હાની પત્ની પૂનમ સિન્હા ઊભી હતી, જે તેનાથી ઘણી પાછળ ચાલી રહી છે.

દિલ્હીથી અપડેટ

દિલ્હી ઈસ્ટથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી મર્લિના પાછળ ચાલી રહી છે. આ સીટ પર તેનો મુકાબલો બીજેપીના ગૌતમ ગંભીર અને ક્રોંગ્રેસના અરવિંદર સિંહ લવલીથી છે.


મધ્યપ્રદેશથી અપડેટ

ભોપાલથી દિગ્વિજય સિંહ આગળ ચાલી રહ્યા છે. તેની સામે બીજેપીની પ્રજ્ઞા ઠાકુર ઉભી હતી. થોડા દિવસો પહેલા જ તેમણે મહાત્માં ગાંધીને મારવા વાળા નાત્થુ રામા ગોડ્સે દેશભક્ત બોલ્યા હતા. જો કે આ બયાન પર પીએમ મોદીએ કહ્યુ હતુ કે તે ક્યારેય દિલથી પ્રજ્ઞાને માફ નહીં કરી શકશે. તેની બાદ પ્રજ્ઞાને ત્રણ દિવસોનું મૌન વ્રત ધારણ કરી લીધુ. તેમનું મૌન વ્રત આજે પરિણામ આવશે ત્યાં સુધી રહેશે.


યૂપીથી અપડેટ -

અત્યાર સુધી આવેલા વલણોના મુજબ રાહુલ ગાંધી અમેઠીથી પાછળ ચાલી રહ્યા છે. બીજી બાજુ સોનિયા ગાંધી રાયબરેલીથી આગળ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધીએ આ વખતે અમેઠીની સાથે-સાથે કેરલના વાયનાડથી પણ ચૂંટણી લડ્યા છે.

8:39 AM

યૂપી થી અપડેટ

અત્યાર સુધી થયેલી મતગણતરીના મુજબ, યૂપીની એક સીટ આંવલા પર SP-BSP આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધી આ સીટ બીજેપીના ધર્મેન્દ્ર કુમારની નજીક હતી. 2014 ની લોકસભા ચૂંટણીમાં ઘર્મેન્દ્ર કુમારે SP ના સર્વરાજ સિંહને 41.20 ટકા વોટથી હરાવ્યા હતા.