બજાર » સમાચાર » રાજકારણ

ચૂંટણી યાત્રા: કેવી સરકાર ઈચ્છે વડોદરાની જનતા?

ના રોજ પ્રકાશિત Tue, 16, 2019 પર 09:40  |  સ્ત્રોત : CNBC-Bajar

શું છે ભાજપના ઉમેદવારનો મત?
ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટનું કહેવુ છે કે વિકાસલક્ષી કામોને લઈને લોકોની વચ્ચે જઈશું. વડોદરાના લોકો મને જંગી બહુમતિથી જીતાડશે. ગામડાઓના મતદારો પણ વડાપ્રધાન મોદીની સાથે છે. કોંગ્રેસ માત્ર લોભામણી વાતો કરે છે.

શું છે કોંગ્રેસના ઉમેદવારોનો મત?
કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલનુ કહેવુ છે કે પ્રજા હાલની સરકારથી દુખી છે. લોકોને તકલીફમાંથી બહાર કાઢવા એ કોંગ્રેસનો એજન્ડા છે. દેશમાં આજે બેરોજગારી વધી છે. યુવાનોને રોજગારી માટે કોંગ્રેસે GIDC ની સ્થાપના કરી હતી.

ઈન્ડસ્ટ્રીનો શું છે મત?
પૂર્ણ બહુમતીવાળી સરકાર આવે. નોકરી આપી શકીએ એવી ફોર્મ્યુલા પર જવું જોઈએ. એમએસએમઇને પહેલા મળતા ફાયદા બંધ થઈ ગયા છે. વિદ્યાર્થી, શિક્ષણસંસ્થાઓ અને સરકાર વચ્ચે સંકલન બેસાડવાની જરૂર છે. શિક્ષિત યુવાનોને હાલ નોકરી નથી મળી રહી. એમએસએમઇ માટે સરકારે સબ્સિડી આપવી જોઈએ. જીએસટીની લીધે કરચોરી ઓછી થઈ, ટેક્સ ઘટ્યા. જીએસટીમાં ઘણાં વધારે સ્લેબ ખૂબ વધારે છે. જીએસટીનો રેટ ઘટાડે તે એમએસએમઇ માટે ફાયદાકારક છે. ભાજપની સરકારામાં કામો થઈ રહ્યા છે. કાયમી એક્ઝિબિશન સેન્ટર વડોદરાને મળે.