બજાર » સમાચાર » રાજકારણ

ચૂંટણીના લીધે કોંગ્રેસે અપનાવ્યો હિન્દુત્વનો માર્ગ

ના રોજ પ્રકાશિત Tue, 09, 2018 પર 17:04  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસ હવે હિન્દુત્વના માર્ગે વળી હોય તેમ લાગે છે. કોંગ્રેસ મિશન 2019 અંતર્ગત મંદિરોને પૂજાકિટની ભેટ આપશે. મંદિરોમાં કોંગ્રેસ દ્વારા શંખ, નગારા, તેમજ ઝાલર સહિતના વાદ્યો અને પૂજા સામગ્રી ભેટ આપવામાં આવશે.


આ ઉપરાંત મંદિરોમાં આરતી માટે સમિતિની પણ રચના કરશે. શ્રીરામ સૂર્યોદય સંધ્યા આરતી સમિતિ બનાવાશે. આ પ્રકારે સમગ્ર સૌરાષ્ટ્રમાં 148 ગામડાઓમાં સમિતિની રચના કરાશે.