બજાર » સમાચાર » રાજકારણ

શિવસેનાના મુખ્યમંત્રી માટે દરેકની સહમતિ બની: સંજય રાઉત

ના રોજ પ્રકાશિત Fri, 22, 2019 પર 16:28  |  સ્ત્રોત : CNBC-Bajar

મહારાષ્ટ્રમા ચાલી રહેલા રાજકીય ઘમાસાણ પરથી બનેલા ફોર્મ્યુલા પર હવે સરકાર બનવા જઇ રહી છે. આજે સવારે શિવસેનાના નેતા સંજય રાઉતે ફરી એકવાર મીડિયાની સામે નિવેદન આપ્યું કે મહારાષ્ટ્રમાં પાંચ વર્ષ શિવસેનાના જ મુખ્યમંત્રી રહેશે. સંજય રાઉતે એમ પણ દાવો કર્યો કે શિવસેનાના મુખ્યમંત્રી માટે દરેકની સહમતિ બની ગઇ છે.


સંજયે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ તરફથી જો ઇન્દ્રનું સિંહાસન પણ મળે તો તે શિવસેનાને મંજુર નથી. તો મળતી માહિતી પ્રમાણે એ વાત પણ મળી રહી છે કે ખરાબ સ્વાસ્થ્યને લઇને ઉદ્ધવ મુખ્યમંત્રી બનવા માંગતા નથી તો તેવામાં એનસીપીએ પોતાની પસંદ જાહેર કરી છે કે જો ઉદ્ધવ મુખ્યમંત્રી નહીં બને તો તેમની જગ્યાએ અમારી પહેલી પસંદ સંજય રાઉત હશે.


જો કે સંજયની સાથે-સાથે એકનાથ સિંદે અને સુભાષ દેસાઇનું નામ પણ મુખ્યમંત્રી પદ માટે ચર્ચાઇ રહ્યું છે. જોકે હાલમાં કોંગ્રેસ-NCP અને શિવસેનાના મુખ્ય નેતાઓ વચ્ચે સરકાર બનાવવા બાબતે બેઠક ચાલી રહી છે.