બજાર » સમાચાર » રાજકારણ

ફરી સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ!

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 18:32  |  સ્ત્રોત : CNBC-Bajar

અત્યાર સુધીમાં ત્રણ તબક્કાની ચૂંટણી થઇ ચૂકી છે અને ચૂંટણીમાં ઈવીએમમાં ખરાબ આવવાની ઘણી ફરિયાદો સામે આવી છે. આને લઇને વિપક્ષ ફરી એક વખત સુપ્રીમ કોર્ટ પાસે પહોંચવાની તૈયારીમાં છે. 21 પાર્ટીઓને શંકા છે કે ઈવીએમમાં ગરબડી થઇ છે. જે માટે રાજકીય દળ ફરી વિચાર કરવાની અર્જી દાખલ કરી શકે છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈવીએમ પર સવાલ ઉપાડવાને લઇને વિપક્ષ પર હુમલો કર્યો છે. તેમણે ઝારખંડમાં એક ચૂંટણી સભા દરમ્યાન કહ્યું કે વિપક્ષી નેતા જાણે છે કે ચૂંટણી હારી રહ્યા છે એટલે ઈવીએમને અત્યારથી બહાનું બનાવી રહ્યા છે.


મતદાન સંપન્ન થતા એક મહિના પછી 23 મે એ મતગણતરી યોજાશે. ત્યાં સુધી વોટ જેમાં છે, તે ઈવીએમને થ્રી લેયર સિક્યુરિટીમાં ગોઠવાશે. ઈવીએમ અર્ધલશ્કરી દળના હવાલે કરાયા છે. બીજા લેયરમાં એસઆરપીએફ અને ત્રીજા લેયરમાં સ્થાનિક પોલીસ રહેશે.


જ્યારે કે ગાંધીનગર બેઠકના ઈવીએમ ગાંધીનગરની સરકારી સાયન્સ કોલેજ, અમદાવાદ પશ્ચિમ બેઠકના ગુજરાત કોલેજ અને અમદાવાદ પૂર્વના ઈવીએમ એલડી એન્જિનિયરિંગ કોલેજના ખાસ સ્ટ્રોંગ રૂમમાં રખાયા છે. જેતે લોકસભાના બેઠખના રિટર્નિંગ ઓફિસર અને રાજકીય પક્ષના પ્રતિનિધિ એવા પંચોની હાજરીમાં વિડિયોગ્રાફી સાથે સ્ટ્રોંગ રુમને સીલ કરવામાં આવ્યા હતા.


એન્ટ્રી-એક્ઝિટ માટે એકજ દરવાજો રહે છે. જ્યારે કે બાકીના બારી-દરવાજા સીલ કરાયેલા હોય તેવા સ્ટ્રોંગ રુમને વિધિવત સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ એટલે કે અર્ધ લશ્કરી દળોને સોંપવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત સ્ટ્રોંગ રુમની ફરતે સીસીટીવી ગોઠવાયેલા હોય છે. અને 24 કલાક સર્વેલન્સ માટે ખાસ ક્ન્ટ્રોલ રુમ બનાવવામાં આવ્યો છે.


જે સ્ટ્રોંગ રુમની મુલાકાતે આવતા જતા દરેક વ્યક્તિની નોંધ બૂકમાં કરાશે. સ્ટ્રોંગ રુમના પહેલા લેયરમાં સીપીએમએફ અને સીસીટીવીનું સર્વેલન્સ છે. બીજા લેયરમાં એસઆરપીએફ છે. એસઆરપીએફની ટીમ સ્ટ્રોંગ રુમ ફરતે નજર રાખે છે. અને ત્રીજા લેયરમાં સ્થાનિક પોલીસ ગોઠવાયેલી હોય છે. જેમાં કુલ 4 પીએસઆઈ અને 35 પોલીસકર્મી તૈનાત રહેશે.


સુરત લોકસભા બેઠકનો સ્ટ્રોંગ રુમ SVNIT કોલેજમાં બનાવવામાં આવ્યો છે. કુલ 7 વિધાનસભા મત વિસ્તારમાં થયેલ વોટિંગના ઈવીએમ સ્ટ્રોંગરુમમાં મુકાયા છે. સુરત લોકસભા બેઠક પર 63.99 ટકા મતદાન થયું છે. જ્યારે કે 16 લાખ 37 હજાર 595 મતદારો પૈકી 10 લાખ 59 હજાર 420 લોકો એ મતદાન કર્યું હતું. દક્ષિણ ગુજરાત માં સરેરાશ 70 ટકા મતદાન થયું હોવાનું સામે આવ્યું છે.


કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે વડોદરામાં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી. ફતેહગંજમાં આવેલી પોલિટેકનિક કોલેજમાં સ્ટ્રોંગ રુમ ઉભા કરવામાં આવ્યા છે. સાત વિધાનસભા બેઠકના ઈવીએમ સ્ટ્રોગં રુમમાં મૂકવામાં આવ્યા છે. 1824 મતદાન મથકોના વીવીપેટ અને ઈવીએમ માટે માટે 13 સ્ટ્રોંગ રુમ ફરતે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.