બજાર » સમાચાર » રાજકારણ

પવારે લગાવ્યો ફડણવીસ પર મોટો આરોપ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2020 પર 16:23  |  સ્ત્રોત : CNBC-Bajar

NCP અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રની ગત ફડણવીસ સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. શરદ પવારે કહ્યું કે પહેલા ફડણવીસ સરકાર તેમનો, ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતનો ફોન ટેપ કરાવતી હતી. તેમણે કહ્યું કે ફડણવીસ સરકાર તેમની વાતોને સાંભળવાનો પ્રયત્ન કરી રહી હતી. આ નિવેદનની સાથે જ શરદ પવારના દિલ્હી સ્થિત આવાસની સૂરક્ષા હટાવી લેવામાં આવી છે. NCPએ દાવો કર્યો કે સરકારના આવા પ્રયત્નો બાદ પણ શરદ પવાર ડરવાના નથી.


તો શરદ પવારના આરોપ બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે નિવેદન આપ્યું કે મને પહેલાથી જાણ હતી કે મારો ફોન ટેપ કરાઇ રહ્યો છે. ભાજપમાં મારા મિત્રો છે તેમણે મને આ બાબતે આગમચેતી આપી હતી.