બજાર » સમાચાર » રાજકારણ

ફડણવીસે ગૃહમંત્રી સાથે કરી મુલાકાત

ના રોજ પ્રકાશિત Mon, 04, 2019 પર 17:18  |  સ્ત્રોત : CNBC-Bajar

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણ વચ્ચે આજે બેઠકો પર બેઠકો થઇ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા. જ્યાં તેમણે મહારાષ્ટ્રમાં સરકાર બનવવાની રણનીતિ પર ચર્ચા કરી. મહારાષ્ટ્રમાં શિવસેના 50-50ની નીતિનો હવાલો આપીને CM પદની માંગ પર અડી ગઇ છે. જે બાદ આજે દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહ સાથે બેઠક કરવા પહોંચ્યા. તો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં નવી સરકારનું ગઠન જલ્દીથી થશે. અને ભાજપ આ બાબતે કોઇપણ ટિપ્પણી કરવા માંગતુ નથી.