બજાર » સમાચાર » રાજકારણ

ગાંધીનગર: રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 17:20  |  સ્ત્રોત : CNBC-Bajar

ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જળસંકટ, આગામી બજેટ સત્ર ઉપરાંત વર્તમાન પરિસ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. સાથે જ કેનેડાના પીએમ આગામી અઠવાડિયે ગુજરાત આવવાના હોઈ તે મુદ્દે પણ ચર્ચા થઈ હતી.


રાજય વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ પક્ષમાં વ્‍યાપક પ્રમાણમા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓની ફરીયાદ સામે આવેલ હતી. ત્યારે ચુંટણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરીને પાર્ટીને વિજયથી વંચિત રાખનાર નેતાઓ સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે, જે અંતર્ગત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ 50 આગેવાનોને નોટિસ ફટકારી છે.


તેમજ આ નોટિસમાં આગેવાનો પાસે એવો ખુલાસો માંગવામાં આવ્યો છે કે, તેમની સામે શા માટે શિસ્તભંગની કાર્યવાહી ન કરવામાં આવે. આ ખુલાસો રજુ કરવા માટે નેતાઓને 5 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જોકે કયા ૫૦ નેતાઓને નોટિસ ફટકારાઈ છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાંઆવી નથી.


કોંગ્રેસ સુત્રોનુ કહેવુ છે કે આ નેતાઓ સાથે કાર્યવાહી અંગે જિલ્લા પ્રમુખોનો પણ અભિપ્રાય લેવામાં આવશે. ત્યારબાદ કાર્યવાહી કરાશે. આ નોટિસને લઈને પક્ષ વિરોધી કામ કરનાર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.