બજાર » સમાચાર » રાજકારણ

રાજ્યપાલે કરી રાષ્ટ્રપતિ શાસનની ભલામણ

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 16:20  |  સ્ત્રોત : CNBC-Bajar

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ દ્વારા ભગતસિંહ કોશિયાર દ્વારા રાષ્ટ્રપતિને એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં રાજ્યપાલે જણાવ્યું છે કે રાજ્યપાલને ખાતરી છે કે બંધારણ મુજબ મહારાષ્ટ્રમાં સરકારનું ગઠન થઈ શકે તેમ નથી. આથી કરીને તેમણે બંધારણ મુજબ રાષ્ટ્રપતિ શાસન માટેની ભલામણ કરી છે.


રાજ્યપાલે ગઈકાલે NCPને સરકાર બનાવવામાં આવેલી મુદ્દત આજે સાડા આઠ વાગ્યે પૂર્ણ થવા જઈ રહી છે. જોકે આ સમાચાર આવ્યા પહેલા જ NCPના નેતા નવાબ મલિકે જણાવ્યું છે કે અમે સરકાર રચવાની દરેક સત્તા શરદ પવારને આપી છે. કોંગ્રેસ સાથે ચૂંટણી લડી છે એટલે કોંગ્રેસ સાથે ચર્ચા કરીને જ આગળ વધીશું. દિલ્હીથી ત્રણ કોંગ્રેસના નેતા મુંબઈ આવી રહ્યા છે અને સાંજે પાંચ વાગ્યે બેઠક છે જેમાં સરકાર બનાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.