બજાર » સમાચાર » રાજકારણ

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ઘમાસાણ

ના રોજ પ્રકાશિત Sat, 02, 2019 પર 11:45  |  સ્ત્રોત : CNBC-Bajar

મહારાષ્ટ્રમાં હજૂ પણ મુખ્યમંત્રી પદને લઇને મહાભારત ચાલુ છે. અને જો 7મી નવેમ્બર સુધીમાં સરકાર નહીં બને તો રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઇ શકે છે. ભાજપ અને શિવસેના વચ્ચે અમૂક માગને લઇને જીદના કારણે આ સ્થિતિ ઉભી થઇ રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમણે ભાજપ શિવસેનાને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવા તૈયાર છે.


જોકે હજૂ પણ શિવસેના 50:50 પાવર શૅરિંગ ફોર્મૂલા આધારિત સરકાર બનાવવા માગે છે. સામનામાં લેખના માધ્યમથી શિવસેનાએ ભાજપ પર પ્રહાર કરતા લખ્યું છે કે તેઓ સરકાર બનાવવા માટે ઉતાવળા નથી અને ભાજપને સરકાર બનાવવા માટે પડકાર આપ્યો છે. રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની વાતને શિવસેનાએ લોકતંત્ર અને સંવિધાન વિરૂદ્ધ ગણાવ્યું છે.


તો આ તરફ શિવસેના અને ભાજપના ખેંચતાણ પર કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે કહ્યું કે આ બન્ને પક્ષનું એક નાટક છે અને માત્ર સત્તા મેળવવા માટે નાટક કરી રહ્યા છે.