બજાર » સમાચાર » રાજકારણ

સીએમના ઘરે ઉચ્ચસ્તરીય બેઠક

ના રોજ પ્રકાશિત Thu, 20, 2020 પર 16:37  |  સ્ત્રોત : CNBC-Bajar

ડૉનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતની તૈયારીઓ માટે હવે મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમ અને રોડશોના આયોજનને આખરી ઓપ આપ્યો. ત્યારે વિજય રૂપાણીએ ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી. જેમાં સ્ટેડિયમમાં બેઠક વ્યવસ્થા તેમજ સ્ટેડિયમ સુધી પહોચવા માટે વાહન વ્યવહાર, ટ્રાફિક નિયંત્રણ, સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓ અંગે ચર્ચા થઇ.


મહાનુભાવોના જવા-આવવાના તેમજ રોડશોના માર્ગના ટ્રાફિક નિયમન, ટ્રાફિક જંકશન પર જનમેદની માટેની વ્યવસ્થાઓ પર પણ ચર્ચા થઇ. સ્ટેડિયમની પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, વાહન વ્યવસ્થા અને રોડ-શો મેનેજમેન્ટ તથા સાંસ્કૃતિક પ્રસ્તુતિની બાબતોના આયોજનને લઇને સમીક્ષા કરવામાં આવી.