બજાર » સમાચાર » રાજકારણ

લાલુ પરિવારમાં ઘમાસાણ કેટલું ગંભીર?

ના રોજ પ્રકાશિત Tue, 16, 2019 પર 10:32  |  સ્ત્રોત : CNBC-Bajar

ચૂંટણીમાં લાલુની ગેરહાજરી અનુભવાય છે?
લાલુજીની ગેરહાજરી લોકો પણ અનુભવી રહ્યાં છે. તેજસ્વી પર ચૂંટણી અભિયાનનો ભાર છે. જેલ ગયા છે ત્યારથી રાબડી દેવીની લાલુ સાથે મુલાકાત નહીં. તેજસ્વીને બિમાર પિતાને ના મળવા દીધાં. બીજેપી સરકાર બિમાર પિતાને પણ મળવા નથી દેતી. માનસિકરૂપથી પરેશાન કરવા માંગે છે. લાલુની સારવારની પુરી વ્યવસ્થા પણ નથી.

લાલુ જેલથી ફોન પર વાત કરે છે?
નીતિશ કુમારનું નિવેદન અપરિપક્વ છે. અનંત સિંહ જેલથી નીતિશ કુમાર સાથે વાત કરતાં હતાં. લાલુ પર નીતિશ નકારાત્મક રાજકારણ રમે છે. સૃજન કૌભાંડમાં નીતિશને બચાવવામાં આવી રહ્યાં છે. બિહારની પ્રજા આવા રાજકારણને સમજે છે.

ચૂંટણી રાષ્ટ્રવાદ પર લડવામાં આવી રહી છે?
 મોદી પર નહિ મુદાઓ પર ચર્ચા થવી જોઈએ. 14 લાખ મળ્યા, સ્માર્ટ સિટી મળ્યા કે નહિ? બિહારની બોલી લગાવી હતી તો પેકેજ આપ્યું? ગરીબ, યુવાન, ખેડૂતનું કામ રાષ્ટ્રવાદ છે. મોદીજી પાસે ખેડૂતો માટે સમય નથી. પ્રિયંકા ચોપડાના લગ્ન માટે સમય હતો. સેનાનું રાજનીતિકરણના થવું જોઈએ.

લોકો રાષ્ટ્રવાદના મુદા પસંદ કરે છે?
પાકિસ્તાનના 2 ટુકડા કોણે કર્યા. પ્રધાનમંત્રી દ્વારા શ્રેય લેવો અયોગ્ય છે. સેનાને સમર્થન છે અને સેના પર ગર્વ છે. મોદીજી ચીનને પણ વિલ પાવર બતાવશે? 5 વર્ષમાં 15 કરોડ રોજગારી મોદીજી ખાઈ ગયા.
 
બિહારમાં મહાગઠબંધનને કેટલી બેઠક?
શું અમારા પલ્ટું કાકા ફરીથી નહિ પલ્ટી જાય ? બીજેપી એફિડેવિટ પર અમારા કાકા સાથે લખાવી લે. પેટાચૂંટણીમાં મોદી, નીતિશ સાથે હતાં અને હાર્યા. મહાગઠબંધનમાં દરેક બેઠક પર મજબૂતીથી લડીશું. મહાગઠબંધન 39-40 બેઠક પર જીત મેળવશે.
 
લાલુના પરિવારમાં અનેક કેમ્પ છે?
ઘરમાં કોઈ અલગ નથી. લાલુ પરિવાર ચૂંટણીનો મુદ્દો નથી. આ અત્યાર સુધીની સૌથી મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે. તેજ પ્રતાપે કહ્યું કે મારો ભાઈ અર્જુન છે. તેજ પ્રતાપનો બળવો મહત્ત્વ નથી રાખતો.

આરજેડીની આગેવાની કોણ કરશે?
રાબડી દેવીનું કહેવુ છે કે આરજેડીમાં અનેક નેતા છે. અમે પક્ષને પરિવાર માનીએ છીએ.

પ્રશાંત કિશોરે શું પ્રસ્તાવ આપ્યો હતો?
તેજસ્વી પ્રસાદનું કહેવુ છે કે મારા પિતાએ "ગોપાલગંજ ટુ રાયસીના" પુસ્તક લખ્યું. નીતિશ કુમાર અમારી સાથે આવવા માંગતા હતાં. પુસ્તકમાં લખેલી વાતો સંપૂર્ણપણે સાચી છે. મારી સાથે અને મારા પિતા સાથે અનેકવાર મુલાકાત કરી. અમે નીતિશનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. નીતિશે આરજેડી સાથે હાથ મિલાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. કોંગ્રેસમાં વિલય કરવાની વાત કરી હતી.
 
નીતિશ કુમારનો પ્રસ્તાવ શું હતો?
તેજસ્વી પ્રસાદના મતે નીતિશના પ્રસ્તાવને ફગાવવાનો જ હતો. નીતિશ માટે દરવાજો હંમેશા માટે બંધ હતો. પ્રશાંત કિશોરે નીતિશ કુમારને ફસાવ્યા છે.

નીતિશ પીએમનો ચહેરો બનવા ઈચ્છતા હતાં?
તેજસ્વી પ્રસાદનું કહેવુ છે કે પહેલાં આરજેડી સાથે સમર્થનની વાત થઈ હતી. ત્રીજા વિકલ્પમાં નીતિશને ચહેરો બનાવવાનો પ્રસ્તાવ છે. અમે પ્રસ્તાવને ફગાવી દીધો હતો. નીતિશ હવે પોતો નથી કહેતા, પરંતુ કહેવડાવે છે. નીતિશ પોતાની ભુલોની ખામીઓ ભોગવી રહ્યાં છે. નીતિશ અને તેમનો પક્ષ ખોવાઈ જશે.

બિહારમાં મોદી અને નીતિશની અસર જોવા મળશે?
તેજસ્વીના મુજબ નીતિશ કુમારની પ્રતિષ્ઠા ખોવાઈ ગઈ છે. નીતિશ કુમાર પોતો પણ ડુબશે, બીજાને પણ ડુબાડશે. નીતિશ કુમારથી પ્રજા પરેશાન છે. પ્રજા નીતિશ કુમારને હટાવવા માંગે છે. નીતિશના રાજમાં ગુનાખોરી, ભ્રષ્ટાચાર વધ્યા છે. મોદી જૂઠું બોલવાની ફેકટરી છે. મોદીનું રાજકારણ દેખાડાનું, બનાવટી અને ભેળસેળવાળું છે.

આરજેડી પર પણ ભ્રષ્ટાચારના આરોપ છે?
તેજસ્વી પ્રસાદે જણાવ્યુ કે મારા પર, મારી માં, ભાઈ અને બહેન પર ભ્રષ્ટાચારના આરોપ છે. અમે ભાજપમાં હોત તો રાજા હરિશ્વચંદ્ર બની જતાં. રાજકીય ષડયંત્ર હેઠળ આરોપ લાગી રહ્યાં છે. પૂર્વ સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માએ SCમાં કહ્યું. PMO,નીતિશ કુમાર, સુશીલ મોદીએ દબાણ બનાવ્યું હતું. લાલુજીને જલ્દીથી જેલ મોકલવા માટે દબાણ બનાવ્યું હતું. ચારા કૌંભાંડનો કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. આવકથી વધારે સંપત્તિ મામલામાં લાલુજી જીત્યા છે. બંધારણીય સંસ્થાઓ ખતરામાં છે.
 
બિહારમાં 10-15 વર્ષથી પ્રોગ્રેસ નથી થઈ?
તેજસ્વીના મતે બિહારમાં 4 વર્ષમાં 4 સરકાર  બની. બિહાર માટે વિશેષ પેકેજનું શું થયું ? બિહારને વિશેષ રાજયનો દરજજો શા માટે નથી મળ્યો? નીતિશે શિક્ષણના સ્તરને બરબાદ કર્યું. દારુબંધી નશામુક્તિ માટે નથી કરવામાં આવી. માફિયાઓને ફાયદો પહોંચાડવા માટે દારૂબંધી કરવામાં આવી છે. દારુની હોમ ડિલીવરી કઈ રીતે થઈ રહી છે?

તમારી સરકાર બનશે તો દારુબંધી રહેશે?
તેજસ્વીનું કહેવુ છે કે દેશભરમાં દારુબંધી થવી જોઈએ.

મહાગઠબંધન તકવાદી ગઠબંધન છે?
તેજસ્વી પ્રસાદના મતે નીતિશ કુમાર વારંવાર પલ્ટી મારે છે.

પરસ્પરની લડાઈમાં મહાગઠબંનને નુકશાન? પરસ્પરની લડાઈ કેટલો મોટો પડકાર છે?
તેજસ્વીના મુજબમહાગઠબંધનમાં બેઠકો પર અંદરો-અંદર લડાઈ નથી. લોકતંત્રમાં બધાને ચૂંટણી લડવાનો અધિકાર છે. નારાજગીમાં અનેક નેતાઓ અપક્ષ ચૂંટણી લડે છે. અપક્ષ નેતાઓ ગઠબંધન માટે પડકાર નથી. ચૂંટણી લડવાથી કોઈને રોકી શકાય નહિ.
 
સર્વોણોને 10% અનામત પર શું વલણ છે?
RJD  કોઈના અનામતની વિરોધી નહિ. સામાન્ય વર્ગના ગરીબોને પણ અધિકાર મળવો જોઈએ. કોઈ પણ આધાર વિનાના 10% સર્વોણોને અનામત. સર્વણોને 10% અનામત મોદી સરકારનું ચૂંટણી કાર્ડ. 5 એકર જમીન વાળા કેવી રીતે ગરીબ બની જશે? જાતિ આધારિત વસ્તીગણતરી વિના અનામતનો આધાર ખોટો. આવક વધારો યોજના ના હોઈ શકે અનામત. અનામત સમાજમાં ભાગીદારી, બરાબરી કરવા માટે મળવું જોઈએ

વિપક્ષી એકતા શા માટે નિષ્ફળ છે?
તમામે એક મંચ પર આવવાનો પ્રયત્ન કર્યો. UPમાં SP-BSPનું સાથે આવવું મોટી સફળતા. ચૂંટણી બાદ પણ ગઠબંધનનો વિકલ્પ ખુલ્લો છે. રાષ્ટ્રીય સ્તર પર ચૂંટણી બાદ ગઠબંધનની શકયતા. રાજયોમાં વિપક્ષ એકજુથ છે.

ગઠબંધનનો ચહેરો કોણ હશે? રાહુલ,માયાવતી અને મમતા,અંતે ચહેરો કોણ?
જન પ્રતિનિધીઓ જ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી ચૂંટે છે. સંસદીય લોકતંત્રની પરંપરા મુજબ નિર્ણય. BJPએ મુખ્યમંત્રી માટે ચહેરો પહેલાં જણાવ્યો ન હતો.

વધુ બેઠક વાળા પક્ષનો હશે પીએમ?
બીજેપીનો ચહેલો સજાવટી, મિલાવટી અને બનાવટી.મોદીજીનો ચા વેચતો ફોટો કેમ નથી ? જયારે મુખ્યમંત્રી હતાં ત્યારે ચાવાળાનો છોકરો છે તે વાત કેમ ના કરી?
ફક્ત વોટ લેવા માટે ચા અને ચોકીદારની વાત. પીએમ મોદી ચોકીદાર તો દેશની પ્રજા હવાલદાર.
 
ચા વાળો, ચોકીદાર ફક્ત ચૂંટણી માર્કેટીંગ?
વોટ માટે મોદીનો બનાવટી ચહેરો બનાવવામાં આવ્યો. વોટ માટે જ ફક્ત ચાવાળા અને ચોકીદારની વાત. મુખ્યમંત્રી બનતાં પહેલાં મોદીનો કોઈ અનુભવ નહિ. રાહુલને સાંસદ તરીકે ખુબ લાંબો અનુભવ. CM બનતાં પહેલાં મોદીજી પંચાયત ચૂંટણી પણ નથી લડયાં.

વિપક્ષને ભેગા ન કરી શકવા માટે રાહુલ દોષી. વિપક્ષી એકતાને નિષ્ફળ બનાવવા માટે રાહુલ જવાબદાર?
રાહુલને જવાબદાર ગણાવવાં અયોગ્ય. વિપક્ષી એકતા ચૂંટણી બાદ પણ થઈ શકે છે. 2004માં ચૂંટણી બાદ જ ગઠબંધન થયું હતું.

રાહુલ-તેજસ્વીની સંયુક્ત રેલી શા માટે નહિ?
તમામ નેતાઓને પોત પોતાની જવાબદારી. વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો ઉદ્દેશ. નેતાઓએ કામ અને વિસ્તાર નક્કી કરી લીધાં છે. નીતિશ તો મજબૂરીમાં BJP સાથે મંચ પર છે.

વિપક્ષી દળો તો મળ્યા પરંતુ દિલ નહિ?
તમામ દળોને પોત પોતાનું લક્ષ્ય છે. વધુને વધુ લોકો સુધી પહોંચવું જરૂરી. રણનીતિ મુજબ અલગ-અલગ રેલીઓ. જયાં જરુરિયાત છે ત્યાં સાથે પણ જોવા મળ્યાં છીએ.

રાહુલે અધ્યાદેશ ફાડયો તે ખરાબ ના લાગ્યું?
રાહુલે અધ્યાદેશ લાલુજી માટે ન હતો ફાડયો. રાહુલે અધ્યાદેશ સમગ્ર દેશ માટે ફાડયો હતો. કોર્ટની કાર્યવાહી અંગત લડાઈ હોય છે, લડતાં રહીશું.

BJP-JDUની ટિકિટ ફાળવણીથી તમે ચિંતિત? JDUને વધારે ટિકિટથી RJDને શું તકલીફ ?
BJP ગઈ વખતે 22 બેઠક પર જીતી હતી. JDUને વધુ બેઠક આપવી સમજણની બહાર. અમિત શાહની રણનીતિ ફકત જાતિ પર આધારિત.
 
બાહુબલીઓના સંબંધીઓને ટિકિટ શા માટે?
BJP, JDUમાં અપરાધિક છબિવાળા નેતાઓ. અપરાધિક છબીવાળા નેતાઓને મંત્રી પણ બનાવવામાં આવ્યા. જેણે ગુનો નથી કર્યો તેને સજા શા માટે આપવામાં આવી રહી છે.

મુકેશ સાહનીની પાર્ટીને 3 બેઠક શા માટે? VIPને 3 બેઠક આપવાની મજબૂરી શું હતી?
અતિ પછાતને સન્માન આપવું યોગ્ય છે. મલ્લાહ સમુદાયને ટિકિટ આપવી સન્માન છે. મુકેશ સાહની મુંબઈથી જનસેવા કરવા આવ્યા છે.

પરિવારને ભેગું કેવી રીતે રાખશો?
પરિવારમાં બધાને ભેગા રાખવાનો પ્રયત્ન છે. તેજ પ્રતાપને સમજાવવાનો પ્રયત્ન ચાલુ છે. પરિવારમાં કોઈ ઝઘડો નથી, બધા એક સાથે છે.

મિડીયા દ્વારા લાલુજીને કોઈ સંદેશ?
લાલુજી સ્વસ્થ રહે અને ચિંતા ના કરે. પરિવાર, રાજય અને ચૂંટણી બધું યોગ્ય છે. અમે લોકો બધાને સંભાળીને ચાલી રહ્યાં છીએ.