બજાર » સમાચાર » રાજકારણ

રાજ્યમાં દારૂવાળી રાજનીતિ ચર્ચામાં

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 17:14  |  સ્ત્રોત : CNBC-Bajar

દારૂબંધી પર હવે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રી આમને-સામને આવી ગયા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના દારૂબંધી પરના પડકારનો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જવાબ આપ્યો છે. ગેહલોતે ચેલેન્જ આપી છે કે જો વિજય રૂપાણી એ વાત સાબીત કરી બતાવે કે ગુજરાતમાં દારૂ નથી પીવાતો તો તે રાજનીતિને છોડી દેશે.


અને જો તે સાબીત ના કરી શક્યા તો વિજય રૂપાણીએ રાજનીતિ છોડવી પડશે. દારૂબંધી પર થયેલું દંગલ હવે વધારે જોર પકડી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અશોક ગેહલોતને પડકાર ફેંક્યો હતો કે હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરાવે.