બજાર » સમાચાર » રાજકારણ

કોંગ્રેસની સરકાર વિરૂદ્ધ ભારત બચાવ રેલી

ના રોજ પ્રકાશિત Sat, 14, 2019 પર 14:18  |  સ્ત્રોત : CNBC-Bajar

રાહુલ ગાંધીનું કહેવું છે કે દેશની અર્થવ્યવસ્થા ફક્ત PM મોદીએ નષ્ટ કરી છે. ઘટતા GDPથી લોકો હેરાન-પરેશાન છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ કોઈનાથી ડરતા નથી. નરેન્દ્ર મોદી ને અમિત શાહ લોકોની માફી માગે છે. 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આજે છે. PMએ લોકોના ખિસ્સામાંથી પૈસા છિનવી લીધા છે. આજે કાંદાના ભાવ 200 રૂપિયા કિલો છે.


દેશને કમજોર કરવાનું કામ મોદી કરે છે. ઉત્તરપૂર્વમાં PMએ આગ લગાવી દીધી છે. PM ફક્ત સત્તા છે કે નહીં એ માટે જ વિચારે છે. વડાપ્રધાનને ફક્ત પબ્લિસિટીથી મતબલ છે. કોંગ્રેસવાળા બબ્બર શેર છે તેઓ ક્યારે ડરતા નથી. ડર અને નફરતના માહોલને કોંગ્રેસ ખતમ કરી દેશે.


સોનિયા ગાંધીનું કહેવું છે કે RBIનું ખિસ્સું કાપીને સરકારે પૈસા બનાવ્યા છે. દેશના યુવાઓ સામે અંધારુ જ અંધારુ છે. દેશની સારી કંપનીઓ કેમ વેચવામાં આવી રહી છે. આજે આપણા ખેડૂતો માટે આપણે સંઘર્ષ કરી રહ્યા છે. ખરાબ નિતીઓને કારણે કામ ધંધો ઠપ્પ કરી નાખ્યો. સબકા સાથ સૌનો વિકાસ ક્યાં છે?


લોકોની નોકરીઓ જોખમમાં મૂકાઈ રહી છે. GSTથી ખજાનો ખાલી થઈ ગયો છે. નાગરિકતા કાયદાથી પૂર્વોત્તર બળી રહ્યું છે. દશકોથી આવી બેરોજગારી ક્યારે નથી જોઈ. પૈસા ન ઘરમાં રાખી શકીએ છે ન તો બેન્કમાં. PMને સંસદ કે સંવિધાન કોઈની ચિંતા નથી. વગર દલીલ બિલો પાસ થઈ રહ્યા છે.