બજાર » સમાચાર » રાજકારણ

ઝારખંડની 81 સીટો માટે 5 તબક્કામા મતદાન

ના રોજ પ્રકાશિત Sat, 02, 2019 પર 11:45  |  સ્ત્રોત : CNBC-Bajar

ચૂંટણીપંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ઝારખંડમાં 81 સીટ માટે પાંચ તબક્કામાં મતદાન થશે. પહેલાં તબક્કાનું મતદાન 30 નવેમ્બરે શરૂ થશે જેમાં 13 બેઠકો પર મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. 7 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે જેમાં 20 બેઠકો પર મતદાન થશે, 12 ડિસેમ્બરે ત્રીજા તબક્કાનું મતદાન થશે જેમાં 17 બેઠકો પર મતદાન થશે, 16 ડિસેમ્બરે ચોથા તબક્કાનું મતદાન જેમાં 15 બેઠકો પર મતદાન થશે અને 20 ડિસેમ્બરે છેલ્લા અને પાંચમા તબક્કાનું મતદાન રાખવામાં આવ્યું છે જેમાં 16 બેઠકો પર મતદાન કરવામાં આવશે. આ સાથે જ તમામ 81 બેઠકો પર 23 ડિસેમ્બરે પરિણામની જાહેરાત કરવામાં આવશે.