કર્ણાટક ચૂંટણી માટે કોંગ્રેસે 42 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, કિત્તુરથી બાળાસાહેબ પાટીલ, બદામીથી ભીમસેન ચિમનકટ્ટી, અફઝલપુરથી એમવાય પાટીલ, ગુલબર્ગ દક્ષિણથી અલ્લામપ્રભુ પાટીલ, ગંગાવતીથી ઈકબાલ અન્સારીને ટિકિટ આપવામાં આવી છે. જોકે, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની બીજી સીટને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે.
પાર્ટીના ઉમેદવારોની બીજી યાદીમાં 42 નામ છે. જો કે, મેલુકોટ વિધાનસભા સીટ સર્વોદય કર્ણાટક પાર્ટીના દર્શન પુટ્ટન્નૈયા માટે છોડી દેવામાં આવી છે. બુધવારે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોની બીજી યાદીને મંજૂરી આપવામાં આવી હતી.
Karnataka Elections 2023: કોંગ્રેસે ગુરુવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 42 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, કિત્તુરથી બાલાસાહેબ પાટીલ, બદામીથી ભીમસેન ચિમનકટ્ટી, અફઝલપુરથી એમવાય પાટીલ, ગુલબર્ગ દક્ષિણથી અલ્લામ્માપ્રભુ પાટીલ, ગંગાવતીથી ઈકબાલ અન્સારીને ટિકિટ આપવામાં આવી છે. જોકે, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની બીજી સીટને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. સિદ્ધારમૈયાને વરુણા બેઠક પરથી ટિકિટ મળી ચૂકી છે. જોકે, અનેક પ્રસંગોએ તેણે કોલારમાંથી પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
પાર્ટીના ઉમેદવારોની બીજી યાદીમાં 42 નામ છે. જો કે, મેલુકોટ વિધાનસભા સીટ સર્વોદય કર્ણાટક પાર્ટીના દર્શન પુટ્ટન્નૈયા માટે છોડી દેવામાં આવી છે. બુધવારે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોની બીજી યાદીને મંજૂરી આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે 24 માર્ચે કોંગ્રેસે કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે 124 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને વરુણા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર કનકપુરા બેઠક પરથી ચૂંટણી લડશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગે ચિતાપુરથી ચૂંટણી લડશે. એમબી પાટીલ અને દિનેશ ગુંડુરાવને અનુક્રમે બબલેશ્વર અને ગાંધીનગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ વર્તમાન ધારાસભ્ય વેંકટરામનપ્પાને ટિકિટ આપી નથી. તમને જણાવી દઈએ કે કર્ણાટકની તમામ 224 વિધાનસભા સીટો માટે 10 મેના રોજ મતદાન થશે અને 13 મેના રોજ મતગણતરી કરવામાં આવશે.
The CEC of Congress has finalised the second list of candidates for the upcoming Karnataka assembly elections. pic.twitter.com/7gyaXucKzt