બજાર » સમાચાર » રાજકારણ

કર્ણાટકમાં સરકાર બનાવવાની કવાયત તેજ

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 13:38  |  સ્ત્રોત : CNBC-Bajar

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ત્યારે સરકાર કોની બનશે તે અંગે હજુ અવઢવ જોવા મળી રહ્યો છે. કર્ણાટકમાં લાર્જેસ્ટ પાર્ટી તરીકે સામે આવેલી બીજેપી કે પછી જેડીએસના સમર્થનથી સરકાર બનાવવાના પ્રયાસ કરતી કોંગ્રેસને પ્રદેશના ગર્વનર આમંત્રણ આપે છે તે એક સવાલ છે. ત્યારે કર્ણાટકમાં કિંગમેકર રાજ્યપાલ વજુભાઈ વાળા છે.


આજે બીજેપીએ યેદિયુરપ્પાને વિધાનસભ્યોના દળના નેતા તરીકે પસંદ કર્યા છે અને તેમણે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. જોકે ત્યાર પછી JD(S)ના કુમારસ્વામીએ પત્રકાર પરિષદ કરી આરોપ મૂક્યો છે કે બીજેપીએ તેમના એમએલએ ખરીદવા માટેની કોશિશ કરી છે અને કેબિનેટ સ્થાન સાથે 100 કરોડ રૂપિયા આપવાની લાલચ પણ આપી છે.