બજાર » સમાચાર » રાજકારણ

મજૂરો, ખેડૂતોના સારા દિવસ!

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 18:51  |  સ્ત્રોત : CNBC-Bajar

મોદી સરકાર બજેટ માટે લોકલોભાવણી જાહેરાતોને અત્યારથી જ જમીન પર ઉતારવાની તૈયારીમાં લાગી ગઇ છે. સીએનબીસી બજારને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે આવતા મહિને એટલે કે માર્ચથી અસંગઠિત મજૂરોના ખાતામાં સરકાર પેન્શન નાખવાની તૈયારીમાં લાગેલી છે. ત્યારે 24 ફેબ્રુઆરીના પીએમ મોદી પોતે ખેડૂતોના ખાતામાં પૈસા નાખવાની સ્કીમ શરૂ કરી શકે છે.


બજેટમાં જાહેરાતને જમીન પર ઉતારવાની તૈયારી છે. આવતા મહિનાથી મજૂરોને પેન્શન ટ્રાન્સફરની યોજના છે. 15 માર્ચના પેન્શન સ્કીમની પીએમ શરૂઆત કરી શકે છે. બજેટમાં નાણાં મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી હતી. અસંગઠિત ક્ષેત્રના મજૂરોને યોજનાનો લાભ મળશે. 24 ફેબ્રુઆરીથી ખેડૂતોના ખાતામાં પૈસા નાખવાની શરૂઆત છે. વડાપ્રધાન મોદી પોતે યોજનાની શરૂઆત કરી શકે છે. 24 ફેબ્રુઆરીના ગોરખપુરમાં ખેડૂત સમ્મેલનનું સમાપન છે. ખેડૂત સમ્મેલન સમાપનમાં પીએમ મોદી આવવાના છે.