બજાર » સમાચાર » રાજકારણ

મહારાષ્ટ્ર: CM પદેથી ફડણવીસે રાજીનામું આપ્યું

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 18:36  |  સ્ત્રોત : CNBC-Bajar

દેવેન્દ્ર ફડણવીસે CM પદેથી રાજીનામું આપ્યું છે. ફડણવીસે રાજીનામું રાજ્યપાલને સોપ્યું છે. મે હમણા જ રાજ્યપાલને રાજીનામું સોપ્યું છે. મારું રાજીનામું રાજ્યપાલે સ્વીકાર્યુ છે. મે 5 વર્ષ મહારાષ્ટ્રની સેવા કરી છે. મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કરું છું. સરકારે સંપૂર્ણ પારદર્શકતાથી કામ કર્યુ છે.


અમે પ્રમાણિકતાથી કામ કર્યુ છે. દુકાળની સમસ્યા દૂર કરવાના પ્રયત્ન કર્યા છે. બધા સહયોગી પક્ષોનો આભાર વ્યક્ત કરું છું. ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે. ભાજપને ધારણા કરતા ઓછી સીટ મળી છે. સેના સાથે 50:50 ફોર્મ્યુલા પર કદી વાત નથી થઈ. મારી સામે 50:50 ફોર્મ્યુલા પર કદી વાત થઈ નથી છે. 50:50 ફોર્મ્યુલા પર કોઈ આશ્વાસન નથી આપ્યું.


મે ઘણીવાર ઉદ્ધવનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ મારો ફોન ન ઉપાડ્યો. સેના પાસે કોંગ્રેસ-NCP સાથે વાત કરવાનો સમય છે. શિવસેના પાસે ભાજપ સાથે વાત કરવાનો સમય નથી. 50:50 ફોર્મ્યુલા પર ગડકરી, શાહનો પણ ઈન્કાર છે.


ઉદ્ધવ ઠાકરેનું કહેવુ છે કે હું બાળા સાહેબની જેમ સત્યની સાથે ઉભો છું. ભાજપે ગત 5 વર્ષ રાજકારણ કર્યુ છે. અમે જનતા માટે લડી રહ્યા છે. મારી પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. શિવસેના ડેપ્યુટી CM પદ માટે તૈયાર નથી. અમિત શાહ મુંબઈ આવ્યા હતા.


મે શાહને સ્પષ્ટપણે CM પદની વાત કરી હતી. હું હજું પણ ભાજપને દુશ્મન નથી માનતો. ભાજપ ખોટું બોલવાનું બંધ કરે છે. ભાજપ સાથે 50:50 ફોર્મ્યુલા પર વાત થઈ હતી. મે ક્યારે પણ PM મોદી પર આરોપ નથી લગાવ્યા.