બજાર » સમાચાર » રાજકારણ

ચૂંટણી દરમ્યાન મમતા બેનર્જીનો સૌથી મોટો ઇન્ટરવ્યૂ

ના રોજ પ્રકાશિત Fri, 19, 2019 પર 13:50  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા હિસાબે શું ચૂંટણી મુદ્દા?


મોદી સરકારે વાયદા પુરા નથી કર્યા. મોદી સરકારની નિષ્ફળતા પર ચૂંટણી છે. ટીએમસીએ બંગાળમાં બધા વાયદાઓને અમલમાં લાવ્યા છે.


મોદી સરકારના 5 વર્ષ કેવા?


ખેડૂતો માટે મોદીજીએ કઇ નથી કર્યું. બંગાળમાં ખેડૂતોની ટ્રિપલ ઇનકમ કરી છે. નોકરી વધારવાની જગ્યાએ બેરોજગારી વધારી છે. મોદી રાજમાં બેરોજગારી સૌથી વિકરાળ સંકટ છે. નોટબંધીએ બધાની હાલત બગાડી નાખી છે. નોટબંધી વગર વિચારી સમજીને કરવામાં આવ્યું છે. બ્લેકમની પણ વિદેશથી નથી લાવવાનું આવ્યું. નોટબંધીના નામ પર મોટું સ્કેન્ડલ થયું છે. ગરીબો માટે ફાયદો નથી થયો. જનધનની આખા તપાસ થવી જોઇએ. ઉજ્જવલા માત્ર કાગળોમાં છે.


ભાજપનું મોટું ફોકસ બંગાળ પર-


ટીએમસીને 42માંથી 42 સીટ મળશે. ભાજપ બંગાળથી પુરી રીતે સાફ થઇ જશે.


ભાજપનો વોટ શૅર વધ્યો છે?


2009થી વોટ શૅર ઘણો ભાજપનો વધ્યો છે. બંગાળમાં ટીએમસી નંબર વનની પાર્ટી છે. બીજા નંબર પર કોણ કહેવું મુશ્કેલ છે. ભાજપ, કોંગ્રેસ, સીપીએમમાં કોણ કહેવું મુશ્કેલ છે. સીપીએમ, કોંગ્રેસના નેતા ભાજપમાં ગયા છે. આ માટે વોટ શૅર પહેલાથી વધુ વધ્યો છે.


ભાજપ રાજ્યમાં મુખ્ય વિપક્ષી પાર્ટી?


હાલ ભાજપના માત્ર 3 ધારાસભ્યો છે. ભાજપ હજૂ મોટા મોટા સપના જોઇ રહી છે. બંગાળ, યુપી મળીને આ વખતે સરકાર બનાવશે. આંધ્ર પ્રદેશ, તેલંગણામાં ભાજપની હાર નક્કી છે. રાજસ્થાન, છત્તીસગઢ, એમપીમાં ભાજપને અડધી સીટ છે.


ભાજપને 23 સીટ બંગાળમાં?


ભાજપને 1 પણ સીટ આ વખતે નહીં મળે. ભાજપ બંગાળના લોકોને ગાળી આપે છે.


મમતા પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ?


મમતા બેનર્જી બધા ધર્મના સમ્માન કરે છે. વિભાજન અને રાજ કરોની નીતિ ભાજપની છે. ભાજપ માત્ર સાંપ્રદાયિક રાજનીતિ કરે છે. બધાને સાથે લઇને ચાલનારી ટીએમસી પાર્ટી છે. ખાણી પીણી પર કોઇ પ્રકારે રોક ન હોવી જોઇએ.


ટીએમસી શું રાહુલને સમર્થન આપશે?


પીએમ પદ પર બધા દળ મળીને નિર્ણય કરે છે. કૉમન મિનિમમ એજન્ડાના આધાર પર નિર્ણય લઇશું. બધા લોકો મળીને પીએમના નામ પર નિર્ણય કરશે. કોઇ એક વ્યક્તિના નામ પર નિર્ણય હાલ નહીં.


મહાગઠબંધન કેમ ન થઇ શક્યું?


મહાગઠબંધન પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. હાલ જે મેસેજ જનતાને આપવાનો હતો તે આપી દીધો છે. મોદી સરકારની હકીકત લોકોને ખબર પડી ગઇ છે. પોતાને ચોકીદાર ગણાવનાર દેશના વફાદાર નહીં. અરૂણ જેટલી રિલે ફાઇનાન્સ મિનિસ્ટર થઇ ગયા છે.


ફેડરલ ફ્રન્ટ પર હજૂ પણ કામ?


ફેડરલ ફ્રન્ટને લઇને વાતચીત ચાલુ છે. બધા નેતાઓની સાથે સલાહ લેવાનું કામ ચાલુ છે. બધા નેતાઓની સાથે સંબંધ છે.


ચૂંટણી પંચની કડકાઇ પર તમારો મત?


યોગી અને માયાવતીના કહેવામાં ફરક છે. યોગી આદિત્યનાથનું નિવેદન ખતરનાક છે. ચૂંટણી પંચ નિષ્પક્ષ સંસ્થા છે. ચૂંટણી પંચનું પુરે પુરૂ સમ્માન છે.


ભાજપના વધતા વોટ શૅરથી કેટલો ખતરો?


ભાજપના વોટ શૅર વધવાથી ખતરો નહીં. વોટ શૅર વધવાનો અર્થ સીટ વધવું નહીં. બંગાળમાં સીપીએમ, કોંગ્રેસ અને ભાજપમાં સાંઠગાંઠ છે. આરએસએસ બંગાળમાં કોંગ્રેસના સમર્થનમાં છે.


2019ની ચૂંટણી રાષ્ટ્રવાદ પર જનાદેશ?


ચૂંટણી કેમ્પેનનું સ્તર હાલ ઘણું નીચે પડી ગયું છે. જ્યારે વડાપ્રધાન જ સ્તર ઘટાડી રહ્યા છે તો બીજાથી શું આશા. બધાને સમ્માનજનક રીતથી વાત કરવી જોઇએ.


બાલાકોટ બાદ શું હવા બદલી છે?


બાલાકોટ પર ચૂંટણી રાજકારણ ન થવું જોઇએ. પુલવામા પર ઇન્ટેલિજેન્સ હોવા છતા એક્શન નહીં. સેનાને લઇને ભાજપ રાજકારણ કરી રહી છે.


મોદીજીથી આટલું નારાજગી કેમ?


એવું કઇ ન બોલવું જોઇએ જે લોકતંત્ર માટે ખતરો બને છે.


NRCને લઇને તમારૂ વલણ?


TMC એ NRCનું ક્યારેય સમર્થન નથી કર્યું. NRC સંપૂર્ણ રીતે ભેદભાવનું રજીસ્ટર છે. સ્ટેન્ડિંગ કમિટીમાં પણ TMC એ વિરોધ કર્યો છે.


બંગાળમાં હિન્દુ મત પર ભાજપની નજર?


બંગાળનો હિન્દુ ખૂબ સિવિલ અને શિક્ષિત છે. બંગાળમાં હિન્દુઓ કદી પ્રભાવિત થશે નહીં. ભાજપ ક્યારેય સફળ થશે નહીં. બંગાળમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ભેદભાવ નથી.


મહામિલાવટી ગઠબંધનના આરોપોનો જવાબ શું?


કેમ નરેન્દ્ર મોદી પોતાને એટલા મોટા માને છે. નેતાએ ક્યારેય પોતાને મોટા ન ગણવા જોઈએ. નેતા ગાંધી, રાજેન્દ્ર પ્રસાદ, આંબેડકર જેવા હોવા જોઈએ. નરેન્દ્ર મોદીએ વાજપેયી અને અડવાણીની અવગણના કરી છે.


પ્રિયંકા ફેક્ટર પર શું અભિપ્રાય છે?


કોઈપણ પર કોઈ વ્યક્તિગત ટિપ્પણી નથી. પ્રિયંકાને પસંદ કરૂ છું.


બંગાળમાં TMC સામે રાહુલની ઝુંબેશ?


રાહુલ ગાંધી બંગાળમાં TMC સામે છે. ભાજપની જેમ રાહુલ ગાંધીની ઝુંબેશ છે.


સોનિયા સાથે સબંધ કેવા?


સોનિયા ગાંધી સાથે સારા સબંધો છે. સોનિયા ગાંધી સાથે જૂના સબંધો છે.


ચૂંટણી પછી એકજૂટતાની અપેક્ષા?


ચૂંટણી પછીની પરિસ્થિતિ પર હાલ વાત કરવી શક્ય નથી. હમણાંથી ભવિષ્ય વિશે કંઈક કહેવું શક્ય નથી. તમામ પક્ષો સાથે મળીને નિર્ણય લેશે. કોમન મિનિમમ એજન્ડા તૈયાર કરીશું.


કોંગ્રેસની ન્યાય સ્કિમ પર શું વલણ?


હાલ ન્યાય પર કહેવું શક્ય નથી. ચૂંટણી બાદ કોમન મિનિમમ એજન્ડા બનશે. એજન્ડા પ્રમાણે કાર્યક્રમ નક્કી કરવામાં આવશે.


ન્યાયને લાગૂ કરવી શક્ય છે?


કોંગ્રેસ એકલી સરકાર બનાવવા નથી જઈ રહી. અલગ અલગ રાજ્યોની ભૂમિકા મોટી રહેશે.


370, 35 A પર તમારો અભિપ્રાય-


કાશ્મીર સમસ્યા કેવી રીતે ઉકેલાશે?


કાશ્મીર પર હાલ કંઈ નહી બોલીશ. સમસ્યાના ઉકેલ માટે મનથી પ્રયાસ કરવા પડશે. અમે બંગાળના માઓવાદીની સમસ્યાને ઉકેલી છે. 370, 35A પર ભાજપના અભિપ્રાય સાથે સહમત નથી. કાશ્મીરના લોકો નક્કી કરે તેમણે શું કરવાનું છે.


AFSPA નાબુદ કરવા પર તમારૂ વલણ?


AFSPA પર કોઈ નિવેદન નહી કરીશ. AFSPAનો મામલો ચૂંટણી સાથે જોડાયેલો નથી.


મહિલા સશક્તિકરણ પર શું અભિપ્રાય?


TMC એ સૌથી વધુ મહિલાને ટિકિટ ફાળવી છે. લોકો માત્ર વાતો કરે છે અમે કરી બતાવ્યું છે. પંચાયતથી લઈને સંસદ સુધી મહિલાઓની ભાગીદારીને વધારી છે.


શારદા, રોઝ વેલી, પોન્જી સ્કીમ પર તમારૂ વલણ?


બન્ને પૉંજી સ્કીમ બેકાર અને CPM ની કારીગરી છે. કોંગ્રેસ- CPM દ્વારા પૉંજી સ્કીમ પર અમને નિશાન બનાવાય છે. યોજના 1980 થી શરૂ થઈ પરંતુ તપાસ 2011 થી શા માટે છે.


તમારા પક્ષમાં ઉત્તરાધિકારી કોણ?


05 પેઢી સુધીનો પ્લાન તૈયાર છે. દરેક પેઢીના હિસાબથી પ્લાનીંગ છે. દરેક પેઢી 15 થી 20 વર્ષ યોગદાન આપશે. તમામ માટે પહેલાંથી એક પ્લાનિંગ તૈયાર છે. યુવાનો જ દેશનું ભવિષ્ય છે.


બંગાળ રોકાણમાં ખુબ પાછળ?


બંગાળમાં રોકાણ પહેલાં કરતાં ખુબ વધ્યું છે. 07 વર્ષમાં 3 ગણું રોકાણ વધ્યું છે બંગાળમાં 40 ટકા બેરોજગારી ઓછી થઈ છે. નરેગામાં પશ્વિમ બંગાળ નંબર 1 છે. સ્કીલ ડેવલપમેન્ટમાં બંગાળ નંબર 1 છે. ગુજરાતમાં રોકાણના નામે ફક્ત ખોટા દાવા છે.


મમતા બેનર્જી કેટલું ફરે છે?


2004થી ચાલવાનું ખુબ વધાર્યું છે. તબીયત ખરાબ થયા બાદ ફરવાનું વધાર્યું છે. 10 કિલોમીટર વોક અને 10 કિલોમીટર ટ્રેડ મિલ છે.


તમે ખુબ ટેસ્ટી ખાવાનું બનાવો છો?


ખાવાનું બનાવવું ખુબ મને પસંદ છે. ખાવાનું બનાવવામાં ખાંડ-મીઠાંનો ખ્યાલ રાખવો ખુબ જરૂરી છે.


ગીત, સંગીત, લેખન માટે સમય છે?


સરકાર તરફથી મળનાર પેન્શન નથી લેતી. મુખ્યમંત્રીની રીતે મળનાર પગાર નથી લેતી. સરકારી ગાડીનો ઉપયોગ પણ નથી કરતી. ગેસ્ટ હાઉસમાં પોતાના પૈસે રોકાઉ છું. પુસ્તકોથી રોયલ્ટી મળે છે તે ખર્ચથી ચલાવી લઉ છું. 07 પુસ્તક અત્યાર સુધી પ્રકાશિત થઈ ચૂકયા છે. મ્યુઝિક અને પુસ્તકથી રોયલ્ટી મળે છે. મારા મોટા ભાગના પુસ્તક બેસ્ટ સેલર રહી ચૂકયા છે.


દીદીને ગુસ્સો કેમ આવે છે?


ગુસ્સો તેને જ આવે છે જે સાચું બોલે છે. પ્રજા સાથે અત્યાચાર થાય છે ત્યારે ગુસ્સો આવે છે.