બજાર » સમાચાર » રાજકારણ

મુસ્લિમોને લઇને મમતા-ઓવૈસી સામ-સામે

ના રોજ પ્રકાશિત Tue, 19, 2019 પર 16:52  |  સ્ત્રોત : CNBC-Bajar

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પલટવાર કર્યો છે. મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં એક કાર્યક્રમમાં ઇશારામાં અસદુદ્દીન ઓવૈસી પર મોટો હુમલો કરતા તેમને BJPના એજન્ટ બતાવ્યા. અને મુસ્લિમોને તેમના આવેશમાં ન આવવાની અપીલ કરી. જેના પર ઓવૈસી ભડકી ગયા અને મમતાના નિવેદનને પોતાની નાકામી છુપાવવાનો પણ પ્રયાસ બતાવ્યો. આટલુ જ નહીં મમતા બેનર્જી પર પશ્ચિમ બંગાળના મુસલમાનોને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો. તો BJPએ પણ મમતાના નિવેદનને મત માટે લોકોને અલગ કરવાનો આરોપ લગાવ્યો.