ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા માણિક સાહાએ બુધવારે અગરતલા સ્વામી વિવેકાનંદ મેદાન ખાતે સતત બીજી મુદત માટે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. રતન લાલ નાથ, પ્રાણજીત સિંહા રોય, સનાતન ચકમા, સુશાંત ચૌધરી, ટિંકુ રોય, વિકાસ દેબબર્મા, સુધાંશુ દાસ અને સુક્લા ચારણે અગરતલામાં ત્રિપુરા મંત્રી તરીકે શપથ લીધા. ત્રિપુરામાં ચૂંટણી પછીની હિંસાના વિરોધમાં વિપક્ષી ડાબેરીઓ અને કોંગ્રેસ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા ન હતા.
સાહાએ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ભાજપના ત્રિપુરા એકમના મુખ્ય પ્રવક્તા સુબ્રત ચક્રવર્તીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકામાં પહેલીવાર એવું બન્યું છે કે ત્રિપુરામાં બિન-ડાબેરી સરકાર સત્તા પર આવી. અમે આશા રાખીએ છીએ કે બીજી વખત સત્તામાં આવેલી ભાજપ સરકાર લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરશે.
1988માં, કોંગ્રેસ-TUJSએ ડાબેરીઓને હરાવીને ત્રિપુરામાં સરકાર બનાવી, પરંતુ આ ગઠબંધન 1993માં ડાબેરીઓ સામે હારી ગયું. 60 સભ્યોની ત્રિપુરા વિધાનસભામાં, ભાજપે 32 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી, ઈન્ડિજિનિયસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT)ને એક બેઠક મળી હતી.
BJP s Prof.(Dr.) Manik Saha takes oath as the Chief Minister of Tripura, in Agartala (Pic: DD) pic.twitter.com/g4zwBfbkWj
મુખ્યમંત્રી માણિક સાહા શુક્રવારે જીબીપી હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. તેમજ પોલીસને શાંતિ જાળવવા માટે બદમાશો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પરિણામોની ઘોષણા બાદથી રાજ્યભરમાંથી આવી 70 જેટલી ઘટનાઓ નોંધાઈ છે.