બજાર » સમાચાર » રાજકારણ

યુપીમાં માયાવતી અને અખિલેશનું ગઠબંધન નક્કી

ના રોજ પ્રકાશિત Sat, 12, 2019 પર 15:51  |  સ્ત્રોત : CNBC-Bajar

યુપીમાં એસપી અને બીએસપીની વચ્ચે ગઠબંધનની આજે અખિલેશ યાદવ અને માયાવતી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી. ગઠબંધનને લઇને દિલ્હીમાં 4 જાન્યુઆરીના રોજ અખિલેશ યાદવ અને માયાવતી વચ્ચે બેઠક પણ થઇ હતી. એસપી અને બીએસપી બન્ને યુપીની 80 બેઠકોમાંથી 76 બેઠકો પર ચૂંટણી લડશે.


જોકે 2 બેઠક અમેઠી અને રાયબરેલી કોંગ્રેસ માટે છોડવામાં આવી. જ્યારે અન્ય 2 સાથી પક્ષ માટે છોડવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ખાસ વાત એ જોવા મળી કે માયાવતીએ બીજેપી અને કોંગ્રેસ બન્નેને એક જેવી જ ગણાવી અને કોંગ્રેસ સાથે ગઠબંધનના અનુભવને બહુ ખરાબ ગણાવ્યું છે.

આ પહેલા દિલ્હીમાં બીજેપી અધિવેશનમાં અધ્યક્ષ અમિત શાહે યુપીમાં મહાગઠબંધન પર પ્રહાર કર્યા અને કહ્યું કે યુપીમાં આની કોઇ અસર નહીં થાય.. બીજેપી આ વખતે 73 નહીં 74 સીટ જીતશે.