બજાર » સમાચાર » રાજકારણ

અનામત આંદોલનનો મામલે આજે ફરી બેઠક

ના રોજ પ્રકાશિત Sat, 15, 2020 પર 11:41  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં ચાલી રહેલા અનમાત આંદોલનને મામલે ફરી આજે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે. આજે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીના બેઠક મળી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના વિવિધ મંત્રીઓ હાજર રહ્યા હતા. ગઈકાલે પણ બેઠકો ચાલી હતી, પરંતુ બે દિવસ થયા હોવા છતાં પરિપત્ર અંગે હજુ કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે આ મામલે સરકાર ઘેરાઈ છે. ગઈકાલે મુખ્ય સિચવ, ગૃહ સચિવ અને ભરતી બોર્ડના ચેરમેનની બેઠક મળી હતી પરંતુ તેમાં પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.