બજાર » સમાચાર » રાજકારણ

ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની વચ્ચે પણ થઇ બેઠક

ના રોજ પ્રકાશિત Wed, 13, 2019 પર 16:19  |  સ્ત્રોત : CNBC-Bajar

મહારાષ્ટ્રમાં ખુરશીની ખેંચતાણ હજી બંધ નથી થઈ. શિવસેના, NCP અને કોંગ્રેસ વચ્ચે સરકાર બનાવવાની ચર્ચા શરૂ થઈ હતી પરંતુ તે સફળ થાય તે પહેલાં જ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે. આ દરમિયાન આજે  કોંગ્રેસ અને એનસીપીએ પણ કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવા માટે 5-5 નેતાઓની એક કમિટિ બનાવવામાં આવી છે.


આ કમિટિમાં સામેલ કોંગ્રેસ નેતાઓ શિવસેના નેતા સંજય રાઉત સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી. ત્યારપછી  નેતાઓને મળવા ઉદ્ધવ ઠાકરે હોટલ ટ્રાઈડેન્ટ પહોંચ્યા. બીજી બાજુ સંજય રાઉતને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હોસ્પિટલમાંથી નીકળતા રાઉતે ફરી એક વાર દાવો કર્યો હતો કે, રાજ્યમાં જલદી સરકાર બનશે અને મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે.