બજાર » સમાચાર » રાજકારણ

રાજ્યમાં કરોડપતિ ઉમેદવાર!

ના રોજ પ્રકાશિત Sat, 20, 2019 પર 12:29  |  સ્ત્રોત : CNBC-Bajar

લોકસભાની ચૂંટણીના રણમાં ઘનકુબેરોની ભરમાર છે. તેમને જાણીને નવાઈ લાગશે કે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાંથી સૌથી વધુ 75 ઉમેદવારો કરોડપતિ છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ અનુસાર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 26 બેઠકો પર કુલ 573 ઉમેદવારો મેદાનમાં છે. તે માંથી 75 ઉમેદવારો કરોડપતિ છે. જો ટોચનાં કરોડપતિ ઉમેદવારોની સંપત્તિ પર નજર કરીએ તો મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલે પોતાના સોગંદનામામાં 69.87 કરોડની સંપત્તિ દર્શાવી છે.


તો નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલની સંપત્તિ 44.60 કરોડ છે. જ્યારે મહેસાણાના ભાજપના ઉમેદવાર શારદાબહેન પટેલ 44.03 કરોડના માલિક છે. જામનગરના સાંસદ અને ઉમેદવાર પૂનમ માડમની દોલતનો આંકડો 42.72 કરોડ છે. જ્યારે ભાજપના ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહના ધનનો આંકડો 40.32 કરોડનો છે. જો વાત કરીએ અન્ય કુબેરપતિ ઉમેદવારોની તો.


પોરબંદરના ભાજપના સાંસદ રમેશ ધડૂકની સંપત્તિ 35.75 કરોડ રૂપિયા છે. જ્યારે જામનગરના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા પાસે 29.08 કરોડની દોલત છે. કોંગ્રેસના અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર રાજુ પરમારે પોતાની સંપત્તિ 26.69 કરોડ હોવાનો ઉલ્લેખ સોગંદનામામાં કર્યો છે. જ્યારે કોંગ્રેસના ગાંધીનગર બેઠકના ઉમેદવાર સી.જે.ચાવડાની સંપત્તિ 12.04 કરોડથી વધુ છે.