બજાર » સમાચાર » રાજકારણ

વિપક્ષના શક્તિપ્રદર્શનથી ડરશે મોદી-શાહ?

ના રોજ પ્રકાશિત Wed, 23, 2018 પર 18:32  |  સ્ત્રોત : CNBC-Bajar

કર્ણાટકમાં કોંગ્રેસ-JDS ગઠબંધનની સરકારની આજે શપથવિધિ યોજાઇ. JDSના એચ ડી કુમારાસ્વામીએ આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા. જોકે કોંગ્રેસના ખાતે નાયબ મુખ્યપ્રધાનનું પદ આવ્યું. જી પરમેશ્વરાએ નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. કોંગ્રેસ-JDSની આ જીતની ઉજવણીમાં વિપક્ષે એકતાની તાકત દેખાડી હતી. શપથવિધિ કાર્યક્રમમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અખિલેશ યાદવ, માયાવતી, ચંદ્રબાબૂ નાયડૂ અને સિતારામ યેચુરી હાજર રહ્યા. આ સાથે વિપક્ષના અન્ય નેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપીને વિપક્ષની તાકત દર્શાવી.