બજાર » સમાચાર » રાજકારણ

મહારાષ્ટ્રમાં NCP શિવસેનાને સમર્થન આપી શકે

ના રોજ પ્રકાશિત Tue, 05, 2019 પર 18:43  |  સ્ત્રોત : CNBC-Bajar

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે NCP, શિવસેનાને સમર્થન આપી શકે છે. માહિતીએ પણ છે કે શિવસેના કેન્દ્ર સરકારથી બહાર થવાની શરતે NCP સાથે ગઠબંધન કરી શકે છે. જેને કોંગ્રેસ બહારથી સમર્થન આપી શકે છે. જોકે સમાચાર એ પણ છે કે NCPએ શિવસેના સાથે ગઠબંધન માટે રામ મંદિરનો મુદ્દો છોડવાની પણ શરત મુકી છે. જો આ દરેક શરત પર સહમતી થઇ ગઇ તો NCP પૂરા પાંચ વર્ષ માટે શિવસેનાને મુખ્યમંત્રી પદ આપી શકે છે. જોકે આ બાબતે શિવસેના તરફથી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા સામે નથી આવી.