બજાર » સમાચાર » રાજકારણ

અમદાવાદને મળ્યા નવા મેયર

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 16:57  |  સ્ત્રોત : CNBC-Bajar

ઘણા સમયની ચર્ચા અને અટકળોના અંતે આખરે અમદાવાદને મળી ગયા છે નવા મેયર. અમદાવાદ મહાનગરપાલિકાના નવા મેયર તરીકે બિજલબેન પટેલની વરણી કરાઈ છે. તો ડેપ્યુટી મેયર પદે દિનેશ મકવાણા નિમાયા છે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અમૂલ ભટ્ટ, શાસક પક્ષના નેતા તરીકે અમિત શાહ અને દંડક પદે રાજુ ઠાકોરની વરણી કરાઈ છે.


સુરતના મેયર પદે ડોક્ટર જગદીશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે ડેપ્યુટી મેયર પદે નીરવ શાહની પસંદગી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણૂક કરવામાં આવી છે.


તો ભાવનગર શહેરના નવા મેયરની પણ જાહેરાત કરી દેવાઈ છે. નવા મેયર પદે મનહર મોરીના નામની નિમણૂક કરાઈ છે. તો ડેપ્યુટી મેયર પદે અશોક બારૈયાની વરણી કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે યુવરાજસિંહ ગોહિલની વરણી કરાઈ છે. મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના રૂમમાં ભાવનગર ભાજપના પ્રભારી રાજેશભાઈ ચુડાસમાએ સત્તાવાર જાહેરત કરી હતી.


શાસક પક્ષના નેતા તરીકે પરેશ પંડ્યા અને દંડક તરીકે જલ્વિકાબેન ગોંડલીયાને સ્થાન અપાયું. ભાવનગરમાં છેલ્લા ૨૨ વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખના નજીકના ગણાતા મનહરભાઈ મોરીની મેયર પદે વરણી કરાઈ છે. આ અગાઉની ટર્મમાં મનહરભાઈ ડેપ્યુટી મેયરની પણ ફરજ બજાવી ચુક્યા છે.