બજાર » સમાચાર » રાજકારણ

પરેશ ધાનાણીએ સંભાળ્યો વિપક્ષ નેતાનો ચાર્જ

ના રોજ પ્રકાશિત Mon, 22, 2018 પર 16:53  |  સ્ત્રોત : CNBC-Bajar

પરેશ ધાનાણીએ વિપક્ષના નેતા તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા પહેલા ધાનાણીએ પુજા કરી હતી. તો બીજી તરફ પરેશ ધાનાણીનું લોકોએ અનોખા બુકે આપીને સ્વાગત કર્યું. ઘઉં, ચણા અને જુવારના બુકે આપ્યા હતા. વિધાનસભામાં ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરવા માટે આ અનોખા બુકે અપાયા હતા. સ્વાગત બાદ પરેશ ધાનાણીએ બેઠકમા હાજરી આપી હતી.