બજાર » સમાચાર » રાજકારણ

બિન સચિવાલયની પરીક્ષા મામલે વિરોધ

ના રોજ પ્રકાશિત Wed, 04, 2019 પર 16:59  |  સ્ત્રોત : CNBC-Bajar

બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિના મામલમાં ગાંધીનગર ખાતે વિરોધ કરતા ઉમેદવારો અને પોલીસ સામસામે આવી ગઈ. પરીક્ષાની ગેરરીતિના મામલામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. પરંતુ વિરોધ કરવાની પોલીસે મંજુરી આપી નહોતી. ત્યારે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થવા લાગતા પોલીસ ઉમેદવારો પર રીતસરની તુટી પડી હતી.


પોલીસે વિરોધ કરતા ઉમેદવારોને દોડાવી દોડાવીને માર્યા હતા. વિરોધ કરતા ઉમેદવારો પર પોલીસે દમન ગુજારતા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. પોલીસે 450થી વધુ ઉમેદવારોને પકડીને અટકાયત કરી હતી. સરકાર અને પોલીસની કામગીરી સામે ઉમેદવારોએ હાય હાયના નારા લગાવ્યા હતા અને કાળા વાવટાં ફરકાવી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.


ગાંધીનગરમાં જે રીતના દ્રશ્યો દેખાઈ રહ્યા હતા તે પરથી સવાલ ઉભો થાય છે કે શું ગેરરીતિ સામે વિરોધ કરવાનો લોકોને અધિકાર નથી. ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડા કરાય પણ શું વિરોધ ન કરાય. ઉમેદવારોમાં આટલો બધો આક્રોશ છે તેમ છતાં ગૌણ સેવા પસંદગી મંડળ કેમ કોઈ જવાબ આપતું નથી. સરકાર કેમ ઉમેદવારોના અધિકારો પર તરાપ મારી રહી છે. કેમ લોકો પાસેથી વિરોધ કરવાનો અધિકાર છીનવી લેવામાં આવી રહ્યો છે.