બજાર » સમાચાર » રાજકારણ

નાગરિકતા સંશોધન બિલ મામલે વિરોધ

ના રોજ પ્રકાશિત Thu, 05, 2019 પર 16:48  |  સ્ત્રોત : CNBC-Bajar

કેન્દ્રિય કેબિનેટમાં નાગરિકતા સંશોધન બિલને મંજુરી મળ્યા બાદ વિપક્ષ સરકારનો આ બિલ મામલે વિરોધ કરી રહી છે. AIMIMના અધ્યક્ષ અસદ્દુદીન ઔવેસીએ આ બિલને સંવિધાન વિરોધી ગણાવ્યું અને તેમણે કહ્યું કે આ બિલ દેશને ઇઝરાયલ બનાવી દેશે.


તો આ તરફ BSP અધ્યક્ષ માયાવતીએ પણ આ બિલના વિરોધમાં કહ્યું કે જો સરકાર દેશ અને જનહિતમાં નિર્ણય કરશે તો અમે તેમનું સમર્થન કરીશું પણ ધર્મ કે જાતિ વિરૂદ્ધ કોઇ નિયમ કે નિર્ણય લેશે તો અમારી પાર્ટી તેમનો કડક વિરોધ કરશે.


તો NRCના બચાવમાં ઉતરેલા કેન્દ્રિય મંત્રી કિરણ રિજીજુએ વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ રાજનીતિક લાભ માટે તેનો વિરોધ કરી રહ્યાં છે.