બજાર » સમાચાર » રાજકારણ

પરેશ ધાનાણીના ગઢમાં ગાબડૂ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 17:08  |  સ્ત્રોત : CNBC-Bajar

વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું છે ગાબડૂ. પરેશ ધાનાણી પોતાનું ગઢ સાવવામાં નિષ્ફળ રહ્યા હોય તેમ એક બે નહીં પણ 3 નગરપાલિકા કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો છે. અમરેલી જિલ્લાને પરેશ ધાનાણીનું ઘર અને ગઢ માનવામાં આવે છે. પણ ભાજપે ધાનાણીના ગઢમાંથી 3 નગરપાલિકા આંચકી દીધી છે.


અમરેલી, સાવરકુંડલા અને બગસરા પાલિકા અત્યાર સુધી કોંગ્રેસના હાથમાં હતી. પણ હવે અહીં ભગવો લહેરાયો છે. અમરેલી પાલિકાના પ્રમુખ પદે જયંતિ રાણવાની વરણી કરવામાં આવી છે. તો ઉપપ્રમુખ પદે શકિલ સૈયદની વરણી થઇ છે.


તો સાવરકુંડલામાં પ્રમુખ પદે બળવાખોર સભ્ય વિપુલ ઉનાવાની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ પદે ભાવેશ હિંગુ નિમાયા છે. આવી જ રીતે બગસરામાં પ્રમુખ પદે ભાજપના ચંપાબેન બઢિયાની વરણી કરવામાં આવી છે. તો ઉપપ્રમુખ પદે નિતેષ ડોડીયાની વરણી થઇ છે.