બજાર » સમાચાર » રાજકારણ

ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામેની અરજી મામલો

ના રોજ પ્રકાશિત Tue, 12, 2020 પર 13:52  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કોન્ફરન્સિંગથી ચૂદાકો આપ્યો. ચુકાદો ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિરૂધ્ધમાં આવ્યો અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચુકાદો આવ્યો છે. ચુકાદામાં ધોળકા બેઠકની ચૂંટણી હાઇકોર્ટે રદ્દ કરી છે. બેલેટ પેપરની ગણતરીમાં ભુપેન્દ્રસિંહ


327 મતોની પાતળી સરસાઇથી વિધાનસભાની ચુંટણીમાં ધોળકા બેઠક પર જીત મેળવી હતી. તેની સામે અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ કેસમાં બન્ને પક્ષે સાક્ષીઓની જુબાની લેવામાં આવ્યાં બાદ રિટર્નિગ ઓફિસર ધવલ જાનીની ટ્રાન્સફર કરવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે.