બજાર » સમાચાર » રાજકારણ

સંસદમાં પીએમ મોદીનું સંબોધન

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 17:42  |  સ્ત્રોત : CNBC-Bajar

રાષ્ટ્રપતિજીએ નવા ભારતની વાત કરી છે. દેશના દરેક નાગરિક સુધી પહોંચવાનો પ્રયાસ છે. આપણે વૈશ્વિક મૂડ સાથે આગળ વધવું પડશે. નવા સાંસદોએ ચર્ચાને અર્થપૂર્ણ બનાવી છે. ચૂંટણીના ભાષણોની અસર હાઉસમાં પણ જોવા મળી છે. ભારતીય લોકશાહી એ ગૌરવની વાત છે. દેશનો જાગૃત મતદાતા દેશને પ્રેમ કરે છે. ભારતનો મતદાતા દરેક વસ્તુને સમજે છે.


દરેક પડકારોનો સામનો કરવા તૈયાર છીએ. સામાન્ય નાગરિકને પણ યોજનાનો લાભ મળવો જોઈએ. દેશને આધુનિક બનાવવા અનેક યોજનાઓ લાગૂ કરી છે. લોકોની જરૂરિયાતો પુરી કરવા પર ફોકસ છે. દેશવાસીઓની આશા-અપેક્ષાઓને પુરી કરવા વિચારૂ છું. 70 વર્ષની બીમારીની 5 વર્ષમાં સારવાર મુશ્કેલ છે. અત્યારસુધીની તમામ સરકારોએ દેશનો વિકાસ કર્યો છે.


25 જૂનની રાત્રે દેશની આત્માને દબાવી દેવાઈ હતી. મહાપુરૂષોને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. સત્તા ટકાવી રાખવા માટે ઈમરજન્સી લાદી હતી. કટોકટીમાં દેશને જેલખાનું બનાવી દેવાયું હતું. આજે મહાત્મા ગાંધીથી મોટી કોઈ પ્રેરણા નથી. જેમનું કોઈ નથી એમની સરકાર છે. 2019 ની જીત 2014 ની મહેનતનું પરિણામ છે. 3 સપ્તાહમાં સરકારે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે.


ખેડૂતો અને જવાનો માટે મહત્વના નિર્ણયો લીધા છે. બધાને સાથે લઈને ચાલવા માટે કામો પૂર્ણ કર્યા છે. દેશને આગળ વધારવાના તમામ પ્રયાસો કરીશું. સરદાર સરોવર ડેમના ખાતમુહુર્ત બાદ કોઈ મંજૂરી ન મળી. UPA સરકારે સરદાર સરોવર પ્રોજેક્ટને રોકવાના પ્રયાસ કર્યા છે. ડેમનું બાંધકામ પૂર્ણ કરવા મારે ઉપવાસ કરવા પડ્યા હતા. જળ સંકટની સમસ્યાને અમે ગંભીરતાથી લીધી છે.


પાણી બચાવવા સાથે મળીને કામ કરવું પડશે. ખેતીમાં ખર્ચ ઘટાડવા પર કામ કરવું પડશે. રાજકારણને બાજૂએ મુકીને ખેડૂતો માટે કામ કરવું પડશે. આપણે ખેડૂતો માટે સૌથી વધારે કરવું પડશે. ખેડૂતોની ખુશી સૌથી મહત્વપૂર્ણ છે. ખેડૂતોની શક્તિને સાથે મળીને વધારવી પડશે. સિંચાઇ વ્યવસ્થામાં સુધારો કરવાની જરૂર છે. લોકો મેક ઇન ઈન્ડિયા ની ખૂબ મજાક ઉડાવી છે. ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરાશે. જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન જરૂરી છે.


આતંકવાદ માનવતા માટે મોટી સમસ્યા છે. આતંકવાદ પર મતભેદ ન હોવા જોઈએ. કોંગ્રેસ પાસે ભુલ સુધારવનો મોકો છે. દેશમાં અધિકારોની વાત ઘણી વાર થતી રહે છે. દેશ માટે કર્તવ્યનું પાલન કરવું પણ જરૂરી છે. ત્રણ તલાક મામલે કોંગ્રેસ સમર્થન કરે છે. તમામ સંસાધનોનો ઉપયોગ કરી દેશને સમૃધ્ધ બનાવીશું.