PM Narendra Modi Jacket:PM મોદીનું આ જેકેટ PET પ્લાસ્ટિકની બોટલોને રિસાયકલ કરીને બનાવવામાં આવ્યું છે. તેને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ઈન્ડિયા એનર્જી વીકમાં પીએમ મોદીને ભેટ તરીકે આપવામાં આવ્યું હતું. આવી 100 મિલિયન બોટલને રિસાયકલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ જ જેકેટ પેટ્રોલ પંપના સહાયકને આપવામાં આવશે.
PM narendra MODI JACKET: પ્રધાનમંત્રી મોદી સવારે રાજ્યસભામાં આછા વાદળી રંગનું જેકેટ પહેરીને જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે પ્લાસ્ટીકની બોટલોને રિસાયક્લિંગ કરીને બનાવેલ સામગ્રીમાંથી બનાવેલ જેકેટ પહેરીને સંસદ પહોંચ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, પીએમ મોદીની સાદરી પ્લાસ્ટિકની બોટલોને રિસાયક્લિંગ કરીને બનાવવામાં આવેલી સામગ્રીથી બનેલી છે.
પીએમ મોદીનું આ જેકેટ પીઈટી પ્લાસ્ટિકની બોટલને રિસાઈકલ કરીને બનાવવામાં આવ્યું છે. તેને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ઈન્ડિયા એનર્જી વીકમાં પીએમ મોદીને ભેટ તરીકે આપવામાં આવ્યું હતું. આવી 100 મિલિયન બોટલને રિસાયકલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પેટ્રોલ પંપના આસિસ્ટન્ટને પણ આ જ જેકેટ આપવામાં આવશે.
પીએમ મોદીએ સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરી. આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલે તેમને પ્લાસ્ટિકની બોટલોને રિસાઇકલિંગ કરીને બનાવેલું આ જેકેટ અર્પણ કર્યું હતું. કંપનીએ પેટ્રોલ પંપ અને એલપીજી એજન્સીઓ પર તૈનાત તેના કર્મચારીઓ માટે પણ આવા યુનિફોર્મ બનાવવાની યોજના બનાવી છે. તેને અનબોટલ્ડ ઇનિશિયેટિવ નામ આપવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર, એક યુનિફોર્મ બનાવવા માટે કુલ 28 બોટલને રિસાઇકલ કરવામાં આવે છે. કંપની દર વર્ષે 100 મિલિયન PET બોટલને રિસાયકલ કરવાની યોજના ધરાવે છે. અધિકારીઓનું કહેવું છે કે આનાથી પર્યાવરણનું જતન કરવામાં મદદ મળશે અને મોટા પ્રમાણમાં પાણીની પણ બચત થશે.
Honble Shri @narendramodi, presented with a dress made out of recycled PET bottles under #IndianOil #Unbottled initiative by @ChairmanIOCL.
We will convert 100 million PET Bottles annually to make uniforms for our on-ground teams & non-combat uniforms for our armed forces. pic.twitter.com/aRoK3fXY7Y — Indian Oil Corp Ltd (@IndianOilcl) February 6, 2023
કોટનને રંગવા માટે મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે પોલિએસ્ટરને ડોપ રંગવામાં આવે છે. આમાં પાણીના ટીપાનો પણ ઉપયોગ થતો નથી. ઇન્ડિયન ઓઇલ સશસ્ત્ર દળો માટે નોન-કોમ્બેટ યુનિફોર્મ બનાવવા માટે PET બોટલનો ઉપયોગ કરવાની પણ યોજના ધરાવે છે.