બજાર » સમાચાર » રાજકારણ

પીએમ મોદીએ કહ્યું કે, 21 દિવસના લોકડાઉન પછી અમે કોરોના વાયરસ સામેની લડત જીતીશું

ના રોજ પ્રકાશિત Wed, 25, 2020 પર 18:11  |  સ્ત્રોત : CNBC-Bajar

પીએમ નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસીની જનતાને સંબોધન કર્યું છે. કોરોના વાયરસને કારણે દેશભરમાં લૉકડાઉન કર્યા પછી વડા પ્રધાને પહેલી વાર સંબોધન કર્યું છે.


પીએમ મોદીએ કહ્યું કે આખો દેશ 21 દિવસથી લોકડાઉન છે. આશા છે કે અમારા પ્રયત્નો 21 દિવસ પછી આપણને જીત મળશે. તેમણે કહ્યું કે આજે નવરાત્રીનો પહેલો દિવસ છે. પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેણીને પ્રકૃતિની દેવી પણ કહેવામાં આવે છે. આજે દેશ કટોકટી માંથી પસાર થઈ રહ્યો છે, તેમાં આપણને સૌને માતા શૈલપુત્રીના આશીર્વાદની જરૂર છે.


વડા પ્રધાને કહ્યું, તમારા સાંસદ તરીકે, હું આવા સમયે તમારી સાથે હોવાનું જરૂરી છે. પરંતુ તમે અહીં દિલ્હીમાં થતી ગતીવિધિ થઇ રહી છે, એનાથી પરિચિત છો. અહીં વ્યસ્તતા હોવા છતાં પણ હું મારા સાથીદારો સાથે વારાણસી વિશે વાત કરું છું ત્યાથી અપડેટ્સ લેવાય છે.


પીએમએ કહ્યું કે, આજે કોરોના સામે જે યુદ્ધ આખો દેશ લડી રહ્યો છે, તે 21 દિવસનો સમય લેશે. અમારો પ્રયાસ 21 દિવસમાં તેને જીતવાનો છે. સંકટની આ ઘડીમાં, કાશી દરેકને માર્ગદર્શન આપી શકે છે, દરેક માટે એક દાખલો બની શકે છે.


કાશીનો અનુભવ શાશ્વત, સનાતન, સમયાતિચ છે. અને તેથી, આજે લોકડાઉનની સ્થિતિમાં કાશી દેશને શીખવી શકે છે - સંયમ, સમંય, સંવેદનશીલતા. કાશી દેશને સહયોગ, શાંન્તિ અને સહનશીલતા શીખવી શકે છે. કાશી દેશ સાધના,સમાધાન શીખવી શકે છે.