બજાર » સમાચાર » રાજકારણ

પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર

ના રોજ પ્રકાશિત Wed, 26, 2019 પર 18:28  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા પીએમ મોદીએ વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ પર મજબૂત પ્રહારો કર્યા છે. PM મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતા ઓલ્ડ ઇન્ડિયા ઇચ્છે છે જેમાં લોકોને સુવિધાઓ માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે. PM મોદીએ આ દરમ્યાન બિહારના મુઝફ્ફરપુરના ચમકી તાવનો પણ ઉલ્લેખ કર્યો અને તેના પર રાજકારણ ન કરવાની વાત કરી.


આ સાથે ઝારખંડમાં ભીડ હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે હિંસાને લઇને બે માપદંડ ન અપનાવી શકાય અને ન તેમાં મારૂ તારૂ હોવું જોઇએ. રાજ્યસભામાં PM મોદીએ વિપક્ષ પર આરોપ લગાવ્યો કે EVM વિરૂદ્ધ આખા દેશમાં માહોલ બનાવવામાં આવ્યો અને ખાસ કરીને કોંગ્રેસ હારને પચાવી નથી શકી.