બજાર » સમાચાર » રાજકારણ

PM મોદી કરશે નમામી ગંગે પ્રોજેક્ટની સમીક્ષા

ના રોજ પ્રકાશિત Sat, 14, 2019 પર 12:20  |  સ્ત્રોત : CNBC-Bajar

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાનપુરમાં ગંગા નદી પર જઇને નમામી ગંગે પ્રોજેક્ટની સમીક્ષા કરશે. વડાપ્રધાન મોદી ગૌમુખથી ગંગાસાગર સુધીનો પ્રવાસ કરશે જે હાલ સૌથી વધુ પ્રદુષણયુક્ત માનવામાં આવે છે. તેમના પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન નમામી ગંગે પ્રોજેક્ટ માટે અમૂક પગલાની જાહેરાત પણ કરી શકે છે. વડાપ્રધાન મોદી કાનપુરમાં નેશનલ ગંગા કાઉન્સિલ સાથે પહેલી બેઠક પણ કરશે જેમાં પાંચ રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેશે.