બજાર » સમાચાર » રાજકારણ

મહારાષ્ટ્રમાં PMનો ચૂંટણી પ્રચાર

ના રોજ પ્રકાશિત Sat, 19, 2019 પર 17:29  |  સ્ત્રોત : CNBC-Bajar

મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. ગઇકાલે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદી વિપક્ષ પર ખુબ જ વરસ્યા. મુંબઇના BKCમાં સભા દરમ્યાન તેમણે 93ના બોમ્બ વિસ્ફોટો પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે સરકારે વિસ્ફોટમાં મરનારા લોકોની મદદ સુદ્ધા કરી નથી. તો સાથે તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે જેમણે દેશના બેન્કિંગ ક્ષેત્રનો નાશ કર્યો, તેઓ આજે તિહાર અને મુંબઇની જેલોમાં બંધ છે.