બજાર » સમાચાર » રાજકારણ

પોલીસકર્મીએ દસ્તાવેજની તપાસ ન કરતા બરતરફ કરાયા

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 16:31  |  સ્ત્રોત : CNBC-Bajar

પટનામાં ચેકિંગ અભિયાન દરમ્યાન કેન્દ્રિય મંત્રી અશ્વિની ચૌબેની ગાડીના દસ્તાવેજ નહીં ચેક કરવા પર એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાળા કાંચ હોવાના કારણે પટના પોલીસ કમિશ્નરે તેમની ગાડીને રોકી હતી. જ્યાર બાદ અશ્વિની ચૌબેના દિકરા અર્જિત શાશ્વતએ ગાડી પણ રોકી હતી.


પરંતુ ગાડીની નંબર પ્લેટ પર સાંસદ લખેલું જોઇ પોલીસકર્મીઓ ગાડી સુધી ન પહોંચ્યા. ઘણાં સમય સુધી ગાડીમાં બેઠેલા અશ્વિની ચૌબેનો દિકરો, વહૂ અને તેમની પત્ની રાહ જોઇ રહ્યા હતા. પરંતુ કોઇ પણ પોલીસકર્મીએ ગાડીના દસ્તાવેજ માંગવાની કે કઇ પૂછવાની હિમ્મત નહી કરી.


આ પરિસ્થિતિ ત્યારે થઇ જ્યારે પટનાના પોલીસ કમિશ્નરે પોતે ગાડી રોકવા કહ્યું હતું. જ્યારે કમિશ્નરને આ મામલે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતુ. પરંતુ પછી તેમણે એક વીડિયો જોયો અને ત્યાર બાદ આ મામલે જવાબદારી પોલીસકર્મીઓ પર કાર્યવાહીનો દાવો કર્યો.