બજાર » સમાચાર » રાજકારણ

પ્રિયંકાના રોડ શોમાં જનમેદની ઉમટી!

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 18:43  |  સ્ત્રોત : CNBC-Bajar

2019ની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આજે લખનઉમાં એક મેગા રોડ શો કર્યો. જયોતિરાદિત્ય સિંધિયા પણ આ બંનેની સાથે રોડ શોમાં જોડાયા હતાં. આ ઉપરાંત અન્ય કેટલાક કોંગ્રેસના નેતાઓ પણ રાહુલ અને પ્રિયંકા સાથે એક બસની છત ઉપર સવાર થઈને એરપોર્ટથી પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતાં.


વચ્ચે-વચ્ચે પાર્ટીના કાર્યકર્તાઓએ સ્વાગત પણ કર્યું હતું. આ બધાની વચ્ચે લાલબાગ ત્રણ રસ્તા પાસે લોકોને જનસભાને પણ સંબોધી. આ ઉપરાંત પાર્ટી ઓફિસ જતાં પહેલાં હજરતગંજમાં મહાત્મા ગાંધી, બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલની પ્રતિમા પર માલ્યાપર્ણ પણ કર્યું.


થોડીવાર પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રિયંકા ગાંધીનો લક્ષ્ય લોકસભા જરૂર છે પરંતુ તેમનો મૂળ હેતુ ઉત્તરપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસની સરકાર બનાવવાનો છે.


કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે પ્રિયંકા ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે લખનઉમાં પોસ્ટર લાગવાથી જીત નહીં મળે.


કોંગ્રેસ નેતા પી એલ પુનિયાએ કહ્યું કે BJPના નેતાઓ ડરી ગયા છે જેથી કોઇ પણ દલીલ કરી રહ્યા છે.


કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે કોંગ્રેસના રાજકીય સર્કસમાં જોકરની એન્ટ્રી થઇ છે.