બજાર » સમાચાર » રાજકારણ

રાહુલ ગાંધીના જામીન મંજૂર

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 18:33  |  સ્ત્રોત : CNBC-Bajar

એડીસી બેન્ક માનહાનિ કેસમાં અમદાવાદની મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા છે. રાહુલ ગાંધીને 15 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા રાહુલ ગાંધીના જામીનદાર બન્યા હતા. રાહુલ ગાંધી કોર્ટ સમક્ષ હાજર થયા બાદ અંદાજે અડધો કલાક સુધી કાર્યવાહી ચાલી હતી. અને બન્ને પક્ષોએ સામસામે ધારદાર દલીલો કરી હતી. જેના અંતે રાહુલ ગાંધીએ જામીન અરજી કરતા મેટ્રો કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. આ કેસની વધુ સુનાવણી હવે સાતમી સપ્ટેમ્બરે હાથ ધરાશે.


તો કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશી એ આ મામલે કહ્યું કે રાહુલ ગાંધી કાયદાકીય પ્રક્રિયાના સન્માનના ભાગ રૂપે કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા. સાથે જ તેમણે ભાજપ સરકાર પર પ્રહાર પણ કર્યા.