બજાર » સમાચાર » રાજકારણ

રાહુલ ગાંધી હવે બોલવામાં સાવચેતી રાખે

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 16:34  |  સ્ત્રોત : CNBC-Bajar

સુપ્રીમ કોર્ટે આજે રાફેલ ડીલની સાથે જ રાહુલ ગાંધીના મામલા પર પણ સુનાવણી કરી. રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટની અવગણના કેસમાં નિર્ણય આવ્યો. આ મામલામાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી તરફથી પહેલા જ માફી માગી લેવાને સ્વીકાર કરી લીધું અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીએ હવેથી સાવચેતી રાખવાની જરૂરત છે. રાહુલ ગાંધી તરફથી રાફેલ પર સુપ્રીમ કોર્ટના નિવેદનને ખોટી રીતથી રજૂ કરવા પર બેન્ચે કહ્યું કે અમે તેમની માફીને સ્વીકારીએ છીએ.


તેમણે હવે સાવચેતી રાખવાની જરૂરત છે. સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલને લઇને રાહુલ ગાંધીના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી વખતે પ્રચાર દરમ્યાન ચોકીદાર ચોર હૈ નું નિવેદન આપ્યું હતું જે બાદ ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ આને સુપ્રીમ કોર્ટની અવગણના કરવાના મામલામાં કેસ કર્યો હતો.


તો રાફેલ ડીલની સુનાવણી બાદ ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે રાફેલ પરની ફેરવિચારણા અરજીને રદ કરવાનો નિર્ણય તે નેતાઓ અને પક્ષકારો માટે યોગ્ય જવાબ છે કે જેઓ દૂષિત અને પાયાવિહોણા અભિયાનો પર આધાર રાખે છે. આજના નિર્ણયથી ફરી એકવાર મોદી સરકારની પુષ્ટિ એક પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર તરીકે થઇ છે.


હવે, તે સાબિત થઈ ગયું છે કે રાફેલને લઈને સંસદમાં વિક્ષેપ બેશરમ હતું. લોકોના કલ્યાણ માટે સમયનો વધુ સારી રીતે ઉપયોગ થઈ શક્યો હોત. કોંગ્રેસ અને તેના નેતાને આજે ઠપકા બાદ રાજકારણ રાષ્ટ્રીય હિતથી ઉપર છે તેઓની તેમણે માફી માંગવી પડશે.


કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાસેથી માફીની માગ કરી છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો આદેશ તે સત્યનો વિજય છે.


આ સાથે ભાજપના સાંસદ મીનાક્ષી લેખી જેમણે સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈ વાળા નિવેદન પર અર્જી કરી હતી તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે.


રક્ષા મંત્રી રાજનાથ સિંહ રાફેલ પર કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાનનું અપમાન કરવાના પ્રયત્નો કર્યા છે.


કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કોર્ટેમાં તેમણે પહેલાથી કહ્યું હતું કે આ રાજકીય ગરમાવાની વચ્ચે અપાયેલું નિવેદન છે અને તેનાથી કોઇને દુખ પહોંચાડવાનો ઇરાદો નથી.


સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ અને અર્જીકર્તા પ્રશાંત ભૂષણે કોર્ટના નિર્ણય પર શું કહ્યું આવો જોઇએ.