બજાર » સમાચાર » રાજકારણ

રાહુલે ફરી અધ્યક્ષ પદ માટે ના પાડી

ના રોજ પ્રકાશિત Wed, 26, 2019 પર 13:56  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસની લોકસભા સાંસદોની બેઠકમાં રાહુલ ગાંધીએ એક વાર ફરીથી અધ્યક્ષ પદ પર રહેવા માટે ન પાડી દીધી છે. બેઠક દરમિયાન કોંગ્રેસના સાંસદોએ રાહુલને અધ્યક્ષ પદ સ્વીકારવાનું નિવેદન કર્યું. પરંતુ રાહુલે ફરી એક વાર આ નિવેદનનો અસ્વીકાર કર્યો છે.


તો સાથે જ કહેવાઇ રહ્યું છે કે બેઠકમાં શશિ થરૂર અને મનીષ તિવારીએ રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ સંભાળવા માટે કહ્યું અને લોકસભા ચૂંટણીની હારને સામૂહિક હાર ગણાવી છતા રાહુલ ગાંધી ચૂંટણીની હાર પર પોતાની નૈતિક જવાબદારી ગણતા અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા માંગે છે.