બજાર » સમાચાર » રાજકારણ

રાહુલે દેવિન્દર સિંહ બાબતે કર્યું ટ્વીટ

ના રોજ પ્રકાશિત Fri, 17, 2020 પર 18:38  |  સ્ત્રોત : CNBC-Bajar

આતંકીઓની મદદ કરવાના આરોપમાં ઝડપાયેલા DSP દેવિન્દર સિંહના મામલે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર મોટો હુમલો કર્યો છે. અને આ મામલે તપાસ પર પણ સવાલ ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો કે આતંકી દેવિન્દર સિંહને ચૂપ કરાવવાનો સૌથી સારો રસ્તો છે કે મામલાને NIAને સોંપવામાં આવ્યો. NIAની કમાન એક બીજા મોદીના હાથમાં છે, YK મોદી જેમણે ગુજરાત તોફાન અને હરેન પંડ્યા કેસમાં તપાસ કરી હતી. YKના હાથમાં કેસ જવાનો અર્થ છે કેસ પુર્ણ.