બજાર » સમાચાર » રાજકારણ

Rajasthan Political Crisis Live Updates: સચિન પાયલટ આજે ખોલી સકે છે પોતાના પત્તા, BJP માં વધી હલચલ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2020 પર 10:05  |  સ્ત્રોત : Moneycontrol.com

Rajasthan Political Crisis રાજસ્થાનમાં ચાલુ સિયીસી ધમાસાનની વચ્ચે સચિન પાયલટને પ્રદેશ અધ્યક્ષ પદથી રજા આપી દેવામાં આવી છે. પાયલટના નજીકના મંત્રીને પણ પદથી હટાવી દેવામાં આવ્યા છે. એવામાં હવે પાયલટની આગળની રણનીતિ શું હશે. આ કેસમાં કહેવામાં આવી રહ્યુ છે કે આજે સચિન પાયલટ પોતાના આગળના પ્લાનના વિષે ચર્ચા કરી શકે છે.

રાજસ્થાનમાં કોંગ્રેસમાં થયેલા સિયાસી બવંડરને જોતા BJP પણ સક્રિય થઈ ગઈ છે. BJP એ આજે વિધાયક દળની મીટિંગ બોલાવી છે. જેમાં પૂર્વ સીએમ વસંધરા રાજે સિંધિયા શામિલ હસે. સાથે જ સતીશ પુનિયા અને ઓમ માથુર જેવા મોટા નેતા પણ શામિલ રહેશે. આ મીટિંગમાં BJP એ ધ્યાન રાખવાનો પ્રયાસ કરશે કે ગહલોત જૂથમાં કેટલા વિધાયક છે, એટલે સરકાર બનાવાની આગળ રણનીતિ બનાવી શકાય.


11:20 AM

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યુ કે જે રીતના વ્યવહાર તેમણે (સચિન પાયલટ) સાથે કર્યો તે કોંગ્રેસ પાર્ટીની નીતિઓની ખિલાફ છે. આ યુવાનોનો સભ્ર નથી. રાજકારણમાં તેઓએ ધીરજ રાખવી જોઈએ. મનુષ્ય ધૈર્ય સાથે આગળ વધે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા હાલ સચિન પાયલોટ ના છે. સચિનને ​​26-27 વર્ષની ઉંમરે સાંસદ બનાવવામાં આવ્યા હતા. રાજસ્થાનના ડેપ્યુટી સીએમ બનાવ્યા. હમણાં તેમની ઉંમર 37-38 વર્ષ છે, થોડી ધીરજ રાખો. ઘણા એવા લોકો છે જે આટલી જલ્દી રાજનૈતિક સીડી ઉપર ચડવા લાગ્યા છે.

11:00 AM

રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે, "કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકોમાં ભાગ ન લેવા બદલ સચિન પાયલોટ અને પાર્ટીના અન્ય 18 સભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે." જો તેઓ 2 દિવસની અંદર જવાબ નહીં આપે તો માનવામાં આવશે કે તેઓ સીએલપીમાંથી તેમનું સભ્યપદ પાછું ખેંચી રહ્યા છે.

10:30 AM

ઘણા વરિષ્ઠ નેતાઓએ અત્યાર સુધી કોંગ્રેસ છોડી દીધી છે. તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, ઝારખંડ એકમના ભૂતપૂર્વ પ્રમુખ અજય કુમાર, ભૂતપૂર્વ ત્રિપુરા વડા પ્રદ્યુત દેબ બર્મન, યુપીના પૂર્વ વડા રીટા બહુગુણા જોશી, આસામના નેતા હેમંત બિસ્વા શર્મા અને ભુવનેશ્વરની કલિતા અને અમેઠીના રોયલ સંજયસિંહનો સમાવેશ થાય છે. આ લોકોમાંથી મોટાભાગની પાર્ટીના નેતૃત્વની ફરિયાદો હતી.

10:20 AM

ગઈકાલે પાર્ટીમાંથી હાંકી કાઢેલા સંજય ઝાએ કહ્યું હતું કે, તેઓ કોઈ એક પરિવારને નહીં પણ પાર્ટીની વિચારધારા પ્રત્યે વફાદાર છે.

10:10 AM

સચિન પાયલટે CNN-News 18 ની વાતચીતમાં કહ્યુ કે તેમની સામે આ ખોટો આરોપ લગાવામાં આવી રહ્યો છે કે તે BJP માં શામિલ થવા જઈ રહ્યા છે. હું BJP સામે લડ્યો છુ અને હરાવ્યો છે તો મને BJP કેમ જોઈન્ટ કરવુ જોઈએ.

9:45 AM

ભારતીય જનતા પાર્ટીની આજે 11 વાગ્યે જયપુરમાં મહત્વની બેઠક થવાની હતી. રાજસ્થાનની પૂર્વ સીએમ વસુંધરા રાજે હાલ જયપુર નથી પહોંચી સકી.

9:30 AM

સચિન પાયલટના પદથી હટાવાની બાદ BJP માં હલચલ શરૂ થઈ ગઈ હતી. પરંતુ સૂત્રોનું કહેવુ છે કે સચિન પાયલટે BJP ના નેતાઓને મળવાની ના પાડી દીધી. તે BJP માં શામિલ નહીં થાય.