બજાર » સમાચાર » રાજકારણ

કર્ણાટક પેટાચૂંટણીમાં કેસરિયો છવાયો

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 16:35  |  સ્ત્રોત : CNBC-Bajar

BJPએ કર્ણાટક પેટાચૂંટણીમાં મોટી જીત પ્રાપ્ત કરી છે. યેદિયુરપ્પા સરકારે કર્ણાટક પેટાચૂંટણીની 15માંથી 12 બેઠક પર જીત મેળવીને રાજ્યમાં પોતાની સરકારને યથાવત રાખી છે. આ પેટાચૂંટણી કોંગ્રેસ માટે મોટો ઝટકો છે કારણ કે તે માત્ર 1 બેઠક પર જીત નોંધાવી શકી છે. કોંગ્રેસના નેતા ડી કે શિવકુમારે આ પેટાચૂંટણીમાં હારની વાતને સ્વીકારી છે. આ પેટાચૂંટણી કોંગ્રેસ અને JDSના 17 ધારાસભ્યોની અયોગ્યતા બાદ યોજાઇ હતી અને આ 17 ધારાસભ્યોના બળવાના કારણે JDS કોંગ્રેસની સરકાર જુલાઇમાં પડી ગઇ હતી.